ગત દાયકા દરમિયાન સમગ્ર વિશ્વમાં હિન્દુઓ પરના હુમલાઓમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને યુકે, યુએસએ અને કેનેડામાં હુમલાઓ વધ્યા છે. જ્યુઈશ કોમ્યુનિટી પર ઘણા દાયકાઓથી અસંખ્ય હુમલા થતા આવ્યા છે તે જ પદ્ધતિના આ હુમલાઓ છે.
હજુ આ જ સપ્તાહે હજારો લોકોના ટોળાંએ ‘ફ્રી પેલેસ્ટાઈન’ના ઓઠાં હેઠળ બ્રિટિશ શહેરો અને નગરોની શેરીઓમાં ધાંધલ મચાવ્યું તે આપણે જોયું છે. આપણે બધાએ જોયું કે યહુદીવિરોધીઓની ગેંગ્સ જ્યુઈશ લોકો અને બિઝનેસીસ પર હુમલા કરતી હતી તેનું કારણ માત્ર એટલું જ હતું કે તેઓ યહુદીઓ છે. આપણે જોયું છે કે ઈઝરાયેલને નીચું દેખાડવા અને પેલેસ્ટાઈનને આગળ કરતા કોઈ પણ પ્લેટફોર્મ પર લેબર પાર્ટીના રાજકારણીઓ લાઈન લગાવી દે છે. જ્યુઈશ કોમ્યુનિટીનું સદભાગ્ય છે કે તેમની પાસે ‘કોમ્યુનિટી સિક્યુરિટી ટ્રસ્ટ CST’ નામે સંગઠન છે જેમનું કાર્ય જ યહુદી કોમ્યુનિટીની રક્ષા કરવાનું છે. પર્યાપ્ત ભંડોળ અને વગશાળી લોકો સાથેના આવા વિશાળ કોમ્યુનિટી સંગઠનો હોવાં છતાં, તેમને દરરોજ અત્યાચારોનો સામનો કરવો પડે છે.
હિન્દુ કોમ્યુનિટી પણ તેમના લોકો, તેમની આસ્થા અને તેમની સંસ્કૃતિ પરના હુમલાઓનો સામનો કરી રહી છે. દરેક સ્થળ કે ખૂણે કોમ્યુનિટીના પાયા-આધારને ખોદી કાઢવા માટે જ તૈયાર કરાયેલી હોય તેવી વ્યવસ્થિત કાર્યપદ્ધતિ – મોડસ ઓપેરેન્ડીનો અમલ થતો હોવાનું જણાય છે. લેબર પાર્ટીમાં ઘણા લોકો દ્વારા હિન્દુવિરોધી ઉશ્કેરણીનેને વ્યાપકપણે ચલાવાય છે. જ્યુઈશ કોમ્યુનિટીને સંબંધ છે ત્યાં સુધી પેલેસ્ટાઈનનો સહારો લેવાય છે જ્યારે હિન્દુઓ માટે તેઓ કાશ્મીર અને ખાલિસ્તાનનો ઉપયોગ કરે છે.
આપણે જે જોઈએ અને અનુભવીએ છીએ તેમાં કોઈ પ્રકારની સમાનતા છે. એમ લાગે છે કે મુસ્લિમ કોમ્યુનિટીના કટ્ટરવાદીઓને ડાબેરી રાજકારણીઓ દ્વારા માહિતીધોધ પૂરો પડાય છે. આ માત્ર અહીંના લેબરની નહિ, યુએસએના ડેમોક્રેટ્સની પણ વાત છે. આ આયોજનબદ્ધ અને પૂરતાં સંસાધનો ધરાવતા આંતરરાષ્ટ્રીય જૂથો પાસે દેશોને તેમજ કોમ્યુનિટીઓ પર હુમલાઓ કરવા અને તેમને નિર્બળ બનાવી દેવાની ટૂલકિટ્સ –સરંજામ છે. આશ્ચર્ય તો થાય જ કે તેમને ભંડોળો ક્યાંથી મળતા રહે છે!
હું માનું છે કે CSTના અનુભવોમાંથી પાઠ શીખી શકે તેવા આપણા આગવા સિક્યુરિટી ટ્રસ્ટની સ્થાપનાનો સમય આવી પહોંચ્યો છે. આમ થઈ શકે તે માટેનું ગ્રાઉન્ડવર્ક- પાયારુપ કાર્ય મેં અંગત રીતે આરંભ્યું જ છે. એક માત્ર અભાવ નાણાભંડોળનો છે અને હું આશા રાખું છું કે કેટલાક નેકદિલ હિન્દુઓ આગળ આવશે અને પોતાની સહાયની ઓફર કરશે. હું આ સંસ્થા સ્વતંત્ર રહે તેમજ કોઈ દાતાઓ અથવા સ્થાપિત હિતોને વશ ન થાય- ઝૂકી ન જાય તેમ ઈચ્છું છું.
શું આગામી વર્ષમાં હું આ કાર્ય પાર પાડી શકીશ? આ એક મોટો પડકાર છે અને હું ધારું છું કે થોડા સમય પછી હું ફરી લખીશ અને તમને બધાને જણાવીશ. જો સરખામણી કરવાની હોય તો કહું કે CSTનું વાર્ષિક બજેટ અંદાજે ૨૦ મિલિયન પાઉન્ડનું છે. શરુઆતમાં તો આ સ્તરના ભંડોળની મને આશા કે અપેક્ષા નથી પરંતુ, એક બાબત તો હકીકત –સત્ય છે કે પૂરતાં ભંડોળ વિના એક કોમ્યુનિટી તરીકે આપણને નુકસાન પહોંચાડવાનું ઈચ્છનારાઓ પર કોઈ ગંભીર છાપ છોડી શકીશું નહિ.
આવી સંસ્થાનું મુખ્ય ધ્યેય કે હેતુ ધર્માંધ, હિન્દુવિરોધી રંગભેદ અને હિંસક કટ્ટરતાની બાહ્ય ધમકીઓથી બ્રિટનની વૈવિધ્યપૂર્ણ અને જોશીલી હિન્દુ કોમ્યુનિટીને રક્ષવાનો રહેશે. તેનો ઉદ્દેશ બ્રિટિશ હિન્દુઓના રક્ષણાર્થે તાલીમ અને સલાહ આપવાનો, હિન્દુવિરોધી હુમલાઓના શિકાર બનેલાને સહાય કરવાનો, હિન્દુવિરોધી પ્રવૃત્તિઓ અને ઘટનાઓ પર નજર રાખવાનો, તેમજ હિન્દુ કોમ્યુનિટીને અસર કરતા મુદ્દાઓ પરત્વે પોલીસ, સરકાર અને મીડિયા સાથે સંપર્ક જાળવવાનો પણ રહેશે.
તમને સહુને સમજાઈ ગયું હશે, વાત તમારી સમક્ષ મૂકી મેં તો મારું હસ્તત્રાણ-લોહમોજું ખોલી નાખ્યું છે. મારી પ્રાર્થના-આશા છે કે ઘણા સંપત્તિવાન દાતાઓ-આશ્રયદાતાઓ આગળ આવશે અને મદદનો હાથ લંબાવશે. આ પહેલ એવી નથી જ્યાં આપણે આજીજીપૂર્વક માગવાનું છે. આ તો આપણી કોમ્યુનિટીમાં ઘણા લોકોના મક્કમ નિર્ધારની પરીક્ષા લેવાશે અને તેનાથી ઈતિહાસનું નિર્માણ થશે.
એક વખત કોવિડના નિયંત્રણો હળવા કરી દેવાયા પછી હું હાઉસ ઓફ પાર્લામેન્ટ ખાતે ‘હિન્દુ સિક્યુરિટી કોન્ફરન્સ’નું આયોજન કરવા આશાવાદી છું. આપણે સહુ આપણી સામૂહિક આશાઓને મૂર્ત વાસ્તવિકતામાં રુપાંતર કરીએ.
ઓ ભારતવર્ષના પુત્રો અને દીકરીઓ ઉઠો, જાગો.
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)