હોમ ટિપ્સ

Sunday 14th May 2023 10:27 EDT
 

રોજબરોજનાં ઘરેલું કામકાજને સરળ બનાવતી ટિપ્સ...

• સ્ટીલની સિન્કને ચકચકિત કરવા સફેદ સરકો અથવા લીંબુ રગડી સોડા ઘસીને ધોવી.
• ગરમ પાણીમાં બે ચમચા સોડા ભેળવી થરમોસમાં એક કલાક ભરી રાખી થરમોસ ધોવો.
• ઓવનમાંથી ખાદ્ય પદાર્થની દુર્ગંધ દૂર કરવા ઓવનમાં સંતરાની છાલ રાખી 300 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર 15 મિનિટ તપાવવું.
• ઇમિટેશન જ્વેલરીની ચમક જાળવી રાખવા ઘરેણાંના બોક્સમાં ચોક રાખવો.
• કાચની ટિપાઈ પર લીંબુનો રસ રગડીને ભીના કપડાથી લૂછવાથી કાચ ચકચકિત થશે.
• રેફ્રિજરેટરમાંથી ખાદ્યપદાર્થની ગંધ દૂર કરવા રેફ્રિજરેટરને ખાલી કરી ગરમ પાણીમાં ખાવાનો સોડા ભેળવી સાફ કરવું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter