ઇન્ફોસિસ વિશ્વની ત્રીજા નંબરની પ્રતિષ્ઠિત કંપનીઃ માઇક્રોસોફ્ટ, ડિઝની કરતાં પણ આગળ

Tuesday 01st October 2019 13:12 EDT
 
 

નવી દિલ્હીઃ બિઝનેસ જગતમાં પ્રતિષ્ઠા અને પ્રદર્શન એક-બીજા પર નિર્ભર છે. જેટલી પ્રતિષ્ઠિત કંપની, કારોબાર તેટલો શ્રેષ્ઠ. અમેરિકી બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે ૨૦૧૯ની ટોપ-૨૫૦ પ્રતિષ્ઠિત કંપનીઓની યાદી જારી કરી છે. ઇન્ફોસિસ, ટીસીએસ અને એચડીએફસી સહિત ભારતની ૧૭ કંપનીઓ તેમાં સામેલ છે. ગ્લોબલ પેમેન્ટ ટેક્નોલોજી કંપની વીસા પ્રથમ અને ઇટાલિયન લકઝરી કાર કંપની ફરારી બીજા ક્રમે છે. ત્રીજા સ્થાને ઇન્ફોસિસ ભારતીય કંપનીઓમાં અગ્રેસર છે. ઇન્ફોસિસે ગત વર્ષની તુલનાએ ૨૮ ક્રમનો કુદકો માર્યો છે. ૨૦૧૮માં તે ૩૧મા સ્થાને હતી. ઇન્ફોસિસ હાઇએસ્ટ રેન્કિંગ હાંસિલ કરનારી ભારતીય કંપની પણ છે.

ટીસીએસ-તાતા મોટર્સ ટોપ-૫૦માં સામેલ

અન્ય ભારતીય કંપનીઓમાં તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝ અને તાતા મોટર્સ ટોપ-૫૦માં સામેલ થઈ છે. ટીસીએસ ૨૨માં અને તાતા મોટર્સ ૩૧મા સ્થાને ઉપલબ્ધ છે. ટોપ-૧૦૦માં પણ આ ભારતીય કંપનીઓ સામેલ છે. ટોપ-૧૦૦થી ટોપ-૧૫૦ વચ્ચે સ્થાન મેળવનારી ભારતીય કંપનીઓમાં તાતા સ્ટીલ (૧૦૫), લાર્સન એન્ડ ટ્રુબો (૧૧૫), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (૧૧૭), એચડીએફસી (૧૩૫), બજાજ ફિનસર્વ (૧૪૩) અને પીરામલ એન્ટરપ્રાઇઝિંસ (૧૪૯) સામેલ છે.
આ યાદીમાં ૧૫૦થી ૨૫૦ના રેન્કિંગમાં નવ કંપનીઓ સામેલ છે. જેમાં સૌથી ટોચે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (૧૫૩)માં સ્થાને છે. એચસીએલ ટેક્નોલોજી ૧૫૫માં, હિંદાલ્કો ઇન્ડસ્ટ્રીઝ ૧૫૭માં, વિપ્રો ૧૬૮માં, એચડીએફસી બેન્ક ૨૦૪માં, આઇટીસી ૨૩૧માં અને એશિયન પેઇન્ટ્સ ૨૪૮માં સ્થાને છે. વિશ્વની ૨૫૦ કંપનીઓમાં ભારતની ૧૭ કંપનીઓ સામેલ થવી તે ભારતની મજબૂત આર્થિક શક્તિની નિશાની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter