ઈકબાલ ખાન UBS વેલ્થ યુનિટના વડા નિયુક્ત

Tuesday 19th July 2022 14:11 EDT
 
 

લંડન, ઝ્યુરિચઃ UBS – યુનિયન બેન્ક ઓફ સ્વિટ્ઝર્લેન્ડે તેના વેલ્થ મેનેજમેન્ટ ડિવિઝનના એક માત્ર વડા તરીકે ઈકબાલ ખાનની નિયુક્તિ કરી છે. આ સાથે તેઓ ભવિષ્યમાં સ્વિસ બેન્કના ચીફ એક્ઝિક્યુટિવ બની શકે તેવી શક્યતા વધી છે. અત્યાર સુધી ઈકબાલ ખાનની સાથે યુનિટનું વડપણ સંભાળતા ટોમ નારાટિલે 39 વર્ષ પછી UBSમાંથી વિદાય લીધી છે.

UBS દ્વારા સીનિયર મેનેજમેન્ટમાં ભારે ફેરફાર કરવામાં આવ્યા છે. આ બદલાવથી પોતાની પેઢીના સૌથી સફળ સ્વિસ બેન્કર્સમાં એક તરીકે નામના ધરાવતા ઈકબાલ ખાનની પ્રતિષ્ઠા વધુ મજબૂત બની છે. સ્વિસ- પાકિસ્તાની બેવડી નાગરિકતા ધરાવતા 46 વર્ષીય ઈકબાલ ખાન અગાઉ 2013માં ક્રેડિટ સ્યૂસનું વેલ્થ મેનેજમેન્ટ ડિવિઝન જોડાયા પછી 2019માં UBS સાથે જોડાયા હતા. ગત દસકામાં ખાને બેન્ક ઈન્ડસ્ટ્રીમાં ભારે ઊંચાઈ હાંસલ કરી છે. જેસન ચાંડલેર વેલ્થ વેલ્થ મેનેજમેન્ટના વડા તરીકે યથાવત રહેશે પરંતુ, તેઓ ખાનને રિપોર્ટ કરશે.

ન્યૂ યોર્કની ફેડરલ રિઝર્વ બેન્કના ફર્સ્ટ વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર નૌરીન હાસન UBSઅમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે જોડાયાં છે. UBSના ચીફ એક્ઝિક્યુટિવ રાલ્ફ હેમર્સે વિસ્તૃત ભૂમિકા માટે ખાનને અભિનંદન પાઠવ્યા હતા અને હાસનને આવકાર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter