ઈયુએ પાંચ બેન્કોને ૧.૧ બિલિયન યુરોનો દંડ કર્યો

Wednesday 22nd May 2019 02:23 EDT
 
 

લંડનઃ ૧૧ ચલણી નાણાં માટે વિદેશી હૂંડિયામણ બજારમાં ગેરરીતિ આચરવા માટે કાર્ટેલમાં ભાગ લેવા બદલ રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ અને બાર્કલેઝ સહિત પાંચ બેન્કોને ૧.૧ બિલિયન યુરો કરતાં વધુનો દંડ કરવામાં આવ્યો હતો.

યુરોપિયન કમિશને જે અન્ય બેન્કોને દંડ કર્યો હતો તેમાં અમેરિકાની સિટી અને જે પી મોર્ગન તથા જાપાનની MUFGનો સમાવેશ થાય છે. સિટી ગ્રૂપને સૌથી વધુ ૩૧૧ મિલિયન યુરો અને તે પછીના ક્રમે RBSને ૨૪૯ મિલિયન યુરો, જે પી મોર્ગનને ૨૨૯ મિલિયન યુરો અને MUFGને ૭૦ મિલિયન યુરોનો દંડ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter