એક્ષીસ બેન્કના 'એક્ષીસરેમીટ યુકે' એપ્સ દ્વારા ભારત નાણાં મોકલો

Friday 27th November 2015 06:32 EST
 

ભારતની ખાનગી ક્ષેત્રની લોકપ્રિય અને અઢી વર્ષથી યુકેમાં સેવાઅો આપતી એક્ષીસ બેન્ક દ્વારા 'એક્ષીસરેમીટ યુકે'ના નામની એપ્સ લોંચ કરી છે, જેના દ્વારા તમે પોતાના મોબાઇલ ફોન કે ટેબ્લેટની મદદથી ભારતમાં બેન્ક એકાઉન્ટ ધરાવતા કે ભારતમાં મોબાઇલ ફોન ધરાવતા મિત્રો કે સ્વજનોને બ્રિટનથી માત્ર ગણતરીને સેકન્ડોમાં નાણાં મોકલી શકશો. 
બ્રિટનમાં કોઇ પણ બેન્કમાં બેન્ક એકાઉન્ટ અને સરનામુ ધરાવતી વ્યક્તિ 'એક્ષીસરેમીટ યુકે' એપ્સ પોતાના સ્માર્ટફોન પર ડાઉન લોડ કરી શકશે અને ગણતરીની મિનિટોમાં જ તેને સેટ કરીને નાણાં મોકલી શકાશે. નાણાં મોકલનાર વ્યક્તિએ પોતાના મિત્રો કે સ્વજનોના નામ તેમજ તેમના બેન્ક એકાઉન્ટ કે મોબાઇલ નંબરની નોંધણી 'એક્ષીસરેમીટ યુકે' એપ્સ પર કરવાની રહેશે. એક વખત નોંધણી થઇ ગયા બાદ તમે પોતાના ભારતમાં રહેતા મિત્રો અને સ્વજનોના એકાઉન્ટમાં માત્ર એક બટન દબાવીને રકમ ટ્રાન્સફર કરી શકશે. 
નાણાં મોકલનાર વ્યક્તિ પિતાના સ્વજનોને તેમનો બેન્ક એકાઉન્ટ નંબર બેન્ક સાથે સંલગ્ન કરવા સુરક્ષિત વેબ એક્સેસ દ્વારા જણાવી શકશે. બેન્કના સીઇઅો અને એમડી રાજેન્દ્ર અદસુલે જણાવ્યું હતું કે 'એક્ષીસ બેન્ક આવી સેવા શરૂ કરનાર સૌ પ્રથમ ભારતીય બેન્ક છે અને યુકેમાં વસતા એનઆરઆઇ ભલે તેમનું બેન્ક એકાઉન્ટ એક્ષીસ બેન્કમાં નહિં હોય તો પણ આ સેવાનો લાભ લઇ શકશે. એક્ષીસ બેન્કે આ સેવા એમ્પેસ પેયમેન્ટ સીસ્ટમ ઇન્ડિયા સાથે મળીને શરૂ કરી છે.' 
વધુ માહિતી માટે જુઅો જાહેરાત પાન ૭.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter