ઓલ્ડ વોર ઓફિસમાં ઘર સાથે બ્રિટિશ ઈતિહાસના માલિક બનવાની તક

Wednesday 16th June 2021 09:06 EDT
 
 

લંડનઃ યુરોપના સર્વપ્રથમ રેફલ્સ- Raffles બ્રાન્ડના નિવાસસ્થાન સ્વરુપે લંડનના સૌથી પ્રતિષ્ઠિત બિલ્ડિંગ્સમાં એક ઓલ્ડ વોર ઓફિસ – OWOના રેસિડેન્સીસના બે નિવાસ ૧૫ જૂને વેચાણમાં મૂકાયા હતા. વિન્સ્ટન ચર્ચિલના વારસાની ખરીદીની દુર્લભ તક આપતા ગ્રેડ II* લિસ્ટેડ પૂર્વ ઓલ્ડ વોર ઓફિસ બિલ્ડિંગના ૮૫ મકાનો હવે વેચાણમાં મળી શકે તેમ છે. આ બિલ્ડિંગ એક સદી કરતાં વધુ સમયથી લોકો માટે બંધ કરાયું હતું.

ગત પાંચ વર્ષ દરમિયાન ભારે રુપાંતર કરાયેલી લંડનની આ લેન્ડમાર્ક ઈમારત ૨૦૨૨માં પૂર્ણ કરાશે અને તેમાં રાજધાનીની પ્રથમ રેફલ્સ હોટેલનો સમાવેશ પણ થશે. આ ૧૨૫ રુમ્સ અને સ્યૂટ્સ સાથેની હોટેલમાં નવ રેસ્ટોરાં અને બાર્સ તેમજ ભવ્ય સ્પાની સુવિધા પણ પણ હશે. ઐતિહાસિક રીતે લંડનના સૌથી મહત્ત્વપૂર્ણ અને શક્તિશાળી સરનામા પરની ઓલ્ડ વોર ઓફિસ ઈમારત મૂળ ૧૯૦૬માં બંધાઈ હતી અને બ્રિટિશ સ્થપતિ વિલિયમ યંગે તેની ડિઝાઈન કરી હતી. અગાઉ આ સ્થળે પેલેસ ઓફ વ્હાઈટહોલ હતો જે હેન્રી આઠમા અને અન્ય રાજાઓનો નિવાસ હતો. આ ઈમારત વિન્સ્ટન ચર્ચિલ અને ડેવિડ લોઈડ જ્યોર્જ જેવા વગશાળી રાજકીય અને લશ્કરી નેતાઓ દ્વારા આકાર અપાયેલી ઘટનાઓની સાક્ષી બની હતી.

ઈમારતના દરેક નિવાસસ્થાન ડુપ્લેક્સ, લેટરલ, પેન્ટહાઉસમાં જરુરિયાત અનુસાર બંધાયેલા છે અને સ્ટુડિયોઝથી માંડી પાંચ બેડરુમ્સની સવલતમાં પણ પ્રાપ્ય છે. આ ઉપરાંત લંડનની સ્કાયલાઈનને આંબતા અન્ય કોઈ સ્થળે મળી ન શકે તેવા બે વિશાલ ટરેટ-મધ્યકાલીન કિલ્લાની માફક ભવ્ય નિવાસની ઓફર પણ છે. અતુલનીય નિવાસોની આ ઓફરમાં મકાનમાલિકો પોતાના ઘરની સર્વોચ્ચ પ્રાઈવસી અને એકાંતનો જરા પણ ભંગ ન થાય તે રીતે તેમના ઘરઆંગણે વિશ્વપ્રસિદ્ધ હોટેલની તમામ સુવિધાઓનો લાભ મેળવી શકશે.

આંતરરાષ્ટ્રીય મલ્ટિ-બિલિયન ટર્નઓવર ધરાવતું અને ૧૯૧૪માં સ્થાપિત હિન્દુજા ગ્રૂપ ધ OWO પ્રોજેક્ટના કેન્દ્રમાં છે, જે ૨૦૧૪માં આ ઈમારતનો કબજો મેળવ્યા પછી જોશપૂર્ણ રીતે તેની સાથે પ્રતિબદ્ધ રહેલું છે. તેણે ‘હિસ્ટોરિક ઈંગ્લેન્ડ’ અને ‘મ્યુઝિયમ ઓફ લંડન આર્કિયોલોજી’ સહિત નિષ્ણાતોની ટીમ સાથે કાર્ય કરવા ઉપરાંત, જટિલ રિડેવલપમેન્ટ પર દેખરેખ રાખવા EPR Architectsની નિયુક્તિ કરી છે. હોટેલના ઈન્ટિરિયરની ડિઝાઈનનું કાર્ય ન્યૂ યોર્કસ્થિત ડિઝાઈનર થીએરી ડેસપોન્ટના હાથે થઈ રહ્યું છે.

હિન્દુજા ગ્રૂપે વિશ્વપ્રસિદ્ધ રેફલ્સ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ સાથે પાર્ટનરશિપ કરી છે. જેઓ ધ OWO ખાતે ૧૨૫ રુમ્સ અને સ્યૂટ્સ સાથેની મુખ્ય હોટેલ તેમજ ૮૫ બ્રાન્ડેડ રેસિડેન્સીસનું સંચાલન કરશે. તેની સેવા પ્રતિષ્ઠિત રેફલ્સ બ્રાન્ડની પ્રતિષ્ઠાને અનુરુપ હશે – માયાળુ અને સાહજિક સ્ટાફ, વ્યક્તિગત ધ્યાન અને સમયને પાર હોય તેવાં વાતાવરણ સાથે ધ OWOના નિવાસીઓને સતત પ્રાપ્ત થશે તેમજ લંડનમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કરશે. બે બેડરુમના નિવાસની કિંમત ૫.૮ મિલિયન પાઉન્ડથી શરુ થાય છે.

હિન્દુજા ગ્રૂપના કો-ચેરમેન ગોપીચંદ પી. હિન્દુજાએ જણાવ્યું હતું કે,‘આ અસામાન્ય નિવાસોના વેચાણનો આરંભ અમારા માટે એક પરિવાર તરીકે અને ધ OWOની પ્રોજેક્ટ ટીમ માટે નોંધપાત્ર સીમાચિહ્ન છે. પબ્લિક માટે મજલાબંધ ઈમારત ખુલ્લી મૂકવા તરફનું આગેકદમ છે જ્યાં, સૌપ્રથમ વખત બ્રાન્ડેડ નિવાસો અને પ્લેગશિપ રેફલ્સ હોટેલ એકમેકની સાથે હોય. લંડન વિશ્વના શ્રેષ્ઠ નગરોમાંનું એક છે જ્યાં ઈતિહાસ અને પરંપરા વણાયેલા છે  અને ૪૦ કરતાં વધુ વર્ષથી અમારું નિવાસસ્થાન પણ રહ્યું છે. ઐતિહાસિક ઈમારતોના પુનઃસ્થાપન સંબંધે અમારા જ્ઞાન અને અનુભવ સાથે અમે જે કાંઈ કરીએ છીએ, ધ OWO માટે કરાયેલા તમામ નિર્ણયો, બિલ્ડિંગના વારસા પ્રતિ અમારા જોશ અને આદર તેમજ લંડન પ્રતિ દીર્ઘકાલીન પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.’

ધ OWO ખાતે રેસિડેન્સિયલ સેલ્સના વડા ચાર્લી વોલ્શે જણાવ્યું હતું કે,‘રેફલ્સ દ્વારા લંડનની મધ્યમાં ધ OWO રેસિડેન્સીસ પરંપરાગત બ્રાન્ડેડ નિવાસથી પણ કશું વધારે ઈચ્છતા હોય તેવા ખરીદારો માટે અમૂલ્ય તકનું પ્રતિનિધિત્વ કરે છે. યુકેમાં અત્યાર સુધી અનુભવાયું ન હોય તે પ્રકારના નવા વિશ્વસ્તરીય આસ્વાદના લક્ષ્ય સાથેની આ વિશિષ્ઠ લાઈફસ્ટાઈલ છે જે, ભવ્યતાસહ ઈમારતની અંદર જ સ્થાપિત કરાયું છે.’

 

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter