કોલ બ્લોક્સ-સ્પેકટ્રમ હરાજીઃ ભારત સરકારને રૂ. ૩ લાખ કરોડથી વધુ મળ્યા

Wednesday 11th March 2015 09:31 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી હાથ ધરવામાં આવેલી કોલ બ્લોકસ અને સંદેશવ્યવહાર માટે મહત્ત્વનાં ટેલિકોમ સ્પેક્ટ્રમ માટેની હરાજીથી સરકારી તિજોરીને રૂ. ૩,૦૦,૦૦૦ કરોડથી વધુની આવક થઈ છે.
ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહ સરકાર વખતે જ્યારે કોલ બ્લોક્સ ફાળવણી કૌભાંડનો પર્દાફાશ થયો ત્યારે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (‘કેગ’) દ્વારા આ કૌભાંડ આશરે રૂ. ૧.૮૬ લાખ કરોડથી વધુ હોવાનો તેમણે જે દાવો કર્યો હતો તે કૌભાંડનાં આંકડાને પણ આ રકમ પાર કરી ગઈ છે. તે સમયે યુપીએ સરકારના પ્રધાનોએ ‘કેગ’ના આંકડાને અતિશ્યોક્તિભર્યો ગણાવ્યો હતો. જોકે હવે નવી હરાજીમાં ઉપજેલા નાણાનો આંકડો કોલ બ્લોક્સ કૌભાંડ માટેનો ‘કેગ’નો અંદાજ સાચો હોવાનું સાબિત કરે છે.
આ જ રીતે ટેલિકોમ ક્ષેત્રે સ્પેકટ્રમની હરાજીથી સરકારને પાંચમા દિવસનાં અંત સુધીમાં ટેલિકોમ કંપનીઓ પાસેથી રૂ. ૯૪,૦૦૦ કરોડની આવક થઈ છે. આ બિડિંગ સ્પેકટ્રમનાં તમામ બેન્ડ માટે છે. હજી કેટલાંક સ્પેકટ્રમની હરાજી બાકી છે. અત્યાર સુધીમાં ૩૧ તબક્કાનાં બિડિંગ સરકારને મળ્યા છે.




to the free, weekly Gujarat Samachar email newsletter