ગ્રીસ યુરોઝોનમાંથી નીકળી જાય તેવી શક્યતા

Wednesday 17th June 2015 09:37 EDT
 
 

એથેન્સ, બર્લિનઃ ગ્રીસના વડા પ્રધાન ટીસિપ્રાસે ગ્રીસના લેણદારોની આકરી ટીકા કરતા એવો આક્રોશ ઠાલવ્યો હતો કે તેઓ ગ્રીસનું માનભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુરોપ ગ્રીસને યુરોઝોનમાંથી દૂર કરવાની તૈયારી કરી રહ્યું હોવાની ચેતવણી પર તેમણે ધ્યાન આપવાનું ટાળ્યું હતું.
યુરોપ અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના લેણદારો સાથેની મંત્રણા પડી ભાંગ્યા બાદ સંસદમાં સંબોધન કરતાં તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે તેઓ છેલ્લી ઘડીએ વલણ બદલવાનો ઇરાદો ધરાવતા નથી અને ગ્રીસ માટેની સહાયને ફરી ચાલુ કરવા અને લોનમાં ડિફોલ્ટ ટાળવા માટે કરકસરનાં પગલાં ભરવા માટે પણ તૈયાર નથી.
ઓસ્ટ્રેલિયાના ચાન્સેલર હાલની સ્થિતિની ગંભીરતા અંગે ટીસિપ્રાસને ચેતવવા માટે એથેન્સ આવ્યા હતા. જર્મનીના સિનિયર સાંસદોએ પણ સિંગલ કરન્સી એરિયામાંથી ગ્રીસની વિદાયની શક્યતા અંગેની ખુલ્લામાં ચર્ચા કરી હતી. જોકે ગ્રીસના વડા પ્રધાને યુરોપ અને આઇએમએફની નીતિની ટીકા કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે લેણદારો પેન્શનમાં કાપ અને ટેક્સમાં વધારો કરવાની માંગણી રાજકીય હેતુઓ સાથે કરી રહ્યા છે. લેણદારોનો હેતુ માત્ર ગ્રીસ સરકારનું જ નહીં, પરંતુ સમગ્ર જનતાનું માનભંગ કરવાનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter