ચોરી - લુંટફાટથી બચવા જર-ઝવેરાત સાચવવા માટે એક જ નામ: ફોરએવર-સેફ

Tuesday 08th December 2015 05:53 EST
 

વધતા જતા ચોરી-લુંટફાટના બનાવોમાં મોટે ભાગે એશિયન પરિવારોને લક્ષ્ય બનાવવામાં આવે છે ત્યારે સોના-ચાંદી-હીરાના દાગીના, મિલ્કત અને શેર-બોન્ડ્ઝ સહિતના અન્ય મહત્ત્વના દસ્તાવેજોને સુરક્ષિત રીતે સાચવવા હોય તો 'સ્ટેટ અોફ ધ આર્ટ' અને ટોચની સુરક્ષા વ્યવસ્થા ધરાવતા ઇસ્ટ લંડનના મેનોર પાર્ક હાઇ સ્ટ્રીટ નોર્થ ખાતે આવેલ ફોરએવર-સેફની સહાય લેવી જ રહી.

મોટાભાગની બેન્કો પોતાના સેફ ડિપોઝિટ વોલ્ટ બંધ કરી રહી છે ત્યારે સુરક્ષા, કસ્ટમર સર્વિસ, સમય અને સ્થળની અનુકુળતા સહિત ઘણી બધી રીતે શ્રેષ્ઠ સેવાઅો ફોરએવર-સેફ દ્વારા પૂરી પાડવામાં આવે છે. ફોરએવર-સેફ દ્વારા ગ્રાહકોના દાગીનાના £૫,૦૦૦ની રકમ સુધીના મફત ઇન્સ્યુરંશ સાથે વર્ષના માત્ર £૧૮૦ના દરથી અલગ અલગ સાઇઝના સેઈફ ડિપોઝિટ બોક્સ આપવામાં આવે છે. સોમવારથી શનિવાર દરમિયાન રોજ સવારેના ૧૦થી ૫-૪૫ દરમિયાન ખુલ્લા રહેતા ફોરએવર-સેફની સેવા મર્યાદા વગર ગમે તેટલી વખત લઇ શકાય છે.

ઇસ્ટ લંડનના જુના અને જાણીતા ભાણજી ગોકળદાસ એન્ડ સન્સ જ્વેલર્સ પરિવાર દ્વારા શરૂ કરાયેલ ફોરએવર-સેફના સંચાલકો માને છે કે ગ્રાહકોના મુલ્યવાન દરદાગીના અને દસ્તાવેજોની ઉચ્ચ સ્તરની સુરક્ષા થવી જોઇએ અને તેને કારણે જ ફોરએવર-સેફ ખાતે ગ્રેડ ટેન સર્ટીફાઇડ સીક્યુરીટી વ્યવસ્થા સાથે મલ્ટી લેયર પર્સનલ આઇડેન્ટીફીકેશનની વ્યવસ્થા રખાઇ છે. ફોરએવર-સેફના દરેક લોકર ચોવીસેય કલાક એલાર્મથી સજજ્જ હોય છે. તેના વોલ્ટનું નિર્માણ હાઇગ્રેડ વોલ્ટ દ્વારા કરાયું છે તેમજ તે ચબ સેન્ચુરિયન દ્વારા સુરક્ષક્ષિત છે. વિશ્વની અગ્રણી કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા તેના લોક કન્ટ્રોલ કરાય છે તેમજ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને મોનીટરીંગની વ્યવસ્થા કરાઇ છે. આ સીસ્ટમનું જોડાણ મેટ પોલીસ સાથે કરાયું છે. લોકરનું ૨૪ કલાક કાર્યરત ટોપ-ગ્રેડ એલાર્મ સિસ્ટ્મ્સ અને CCTV મોનિટરિંગ કરાય છે તેમજ ફિંગરપ્રીન્ટ સ્કેનીંગ અને ચહેરાની ઓળખ પછી ગ્રાહકો બુલેટ-પ્રૂફ દરવાજાઓના સુરક્ષિત એરલોકમાં થઈને જ પ્રવેશ કરી શકે છે.

ફોરએવર-સેફ ખાતે વેપારીઅોને તેમજ વ્યક્તિગત વપરાશ માટે વિવિધ સાઇઝના ચાર પ્રકારના લોકરની સેવા અપાય છે. આ ઉપરાંત સુરક્ષીત સ્થળે ગ્રાહકો શાંતિપૂર્વક પોતાના મૂલ્યવાન ઘરેણા કે દસ્તાવેજોને તપાસીને લોકરમાં લઇ-મૂકી શકે છે. ફોરએવર-સેફનો તમામ સ્ટાફ ગુજરાતી, ઇંગ્લીશ, હિન્દી, ઉર્દુ, પંજાબી, સ્વાહીલી બોલે છે તેથી ભાષાની તકલીફ પણ નડતી નથી.

આપના લોકરના બુકિંગ માટે આજે જ ફોન કરો: 020 8548 9286.

314 High Street North,

Manor Park,

London, E12 6SA

E: [email protected]

Web: www.forever-safe.com


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter