અમદાવાદ: ભારતના શેરબજારમાં કરેકશન પૂરું થઈ ગયું છે અને ઊભરતાં બજારોની સરખામણીએ ભારતની કામગીરીમાં નબળાઈ લાવતા પરિબળોએ હવે ઊલટી દિશા પકડી છે, એવો મત મોર્ગન સ્ટેન્લી દ્વારા મત વ્યકત કરાયો છે. એકદમ તેજીના કિસ્સામાં સેન્સેક્સ જૂન 2026 સુધીમાં 1 લાખ પોઇન્ટના સર્વોચ્ચ સ્તરને આંબી શકે છે. જોકે આની શકયતા 30 ટકા જણાઈ રહી છે. આમ છતાં હાલના સંજોગોને જોતા સેન્સેકસ વર્તમાન સ્તરેથી 6.60 ટકા વધી 89,000ના સ્તરે જોવા મળી શકે છે જેની શકયતા 50 ટકા જણાઈ રહી છે.
મંદીની સ્થિતિમાં સેન્સેકસ હાલના સ્તરેથી 16 ટકા ઘટી 70,000ના સ્તરે ગબડી શકે છે, જેની શકયતા 20 ટકા જેટલી જ છે એમ સ્ટેન્લીએ તેના રિપોર્ટમાં નોંધ્યું છે. ભારતીય શેરબજારને અનેકવિધ પરિબળો અસર કરે છે. ભારતના વિકાસનું ચક્ર ઝડપ પકડવા સજ્જ થયું છે. રેપો રેટમાં કાપ, બેન્કો પર અંકુશમુક્તિ, જીએસટીમાં ઘટાડા જેવા સરકારના પ્રયાસોને કારણે વિકાસમાં ગતિ જોવા મળે છે.


