મુંબઈઃ મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરમાં તેજી વેગથી આગળ વધતાં સોમવારે રૂપિયો ગબડીને નવા નીચા તળિયે ઉતરી ગયો હતો. ડોલરના ભાવ રૂ. 77ની સપાટી કુદાવીને નવી ટોચે પહોંચ્યા હતા. શેરબજારમાં વ્યાપક અફડાતફડી વચ્ચે સતત પીછેહઠનું દબાણ અને ડોલરમાં વધેલા આઉટફલોના પગલે કરન્સી બજારમાં રૂપિયામાં ધોવાણ ચાલુ રહ્યું હતું.
યુએસ ડોલરના ભાવ
રૂ. 76.94 વાળા શનિવારે બંધ બજારે રૂ. 77.03થી 77.04 થયા હતા. આ પછી સોમવારે ભાવ આરંભમાં રૂ. 77.13 ખુલીને નીચામાં ભાવ રૂ. 77.09 તથા ઉંચામાં ભાવ રૂ. 77.54 થઈને રૂ. 77.46 રહ્યા હતા. આમ રૂપિયો સોમવારે વધુ 52 પૈસા તૂટયો હતો. આ પૂર્વે શુક્રવારે પણ રૂપિયો 66 પૈસા ગબડયો હતો. જોકે મંગળવારે રૂપિયો યુએસ ડોલર સામે થોડોક વધુ મજબૂત થઇને રૂ. 77.24 પર
અટક્યો હતો.