નમલ નવાણા સ્મિથ એન્ડ નેવ્યુના નવા સીઈઓ બન્યા

Wednesday 11th April 2018 06:39 EDT
 
 

લંડનઃ ગ્લોબલ મેડિકલ ટેક્નોલોજી બિઝનેસ સ્મિથ એન્ડ નેવ્યુએ ઓલિવર બોહોના સ્થાને ઓસ્ટ્રેલિયન ઈન્ડસ્ટ્રીના માંધાતા નમલ નવાણાને નવા સીઈઓ તરીકે જાહેર કર્યા છે. ઓલિવર રિટાયર થયા પછી નવાણા તેમનો હોદ્દો સંભાળશે. આગામી ૭મી મેએ નવાણાની કંપનીના બોર્ડમાં એક્ઝિક્યુટિવ ટિરેક્ટર તરીકે નિમણુંક કરાશે.

કંપનીના ચેરમેન રોબર્ટો ક્વાર્ટાએ જણાવ્યું હતું, ‘અમે મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીમાં કૌશલ્ય પૂરવાર કરી ચૂકેલા નમલને નવા ચીફ એક્ઝિક્યુટિવ તરીકે પસંદ કર્યા છે તેનો આનંદ છે. તેમની પાસે હેલ્થ કેરસેક્ટરની મોટી લિસ્ટેડ કંપનીના સીઈઓનો અનુભવ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter