ફેસબુકનું ઇ-કોમર્સમાં આગમનઃ ધ ફાઈન્ડ ખરીદી

Thursday 19th March 2015 01:44 EDT
 
 

હ્યુસ્ટનઃ સોશિયલ નેટવર્કિંગ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી કંપની ફેસબુકે હવે ઇ-કોમર્સ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. શોપિંગ સર્ચ એન્જિન ‘ધ ફાઇન્ડ’ને ખરીદીને ઇ-કોમર્સ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. સર્ચ અને ઇ-કોમર્સ ઇન્ટરનેટ ક્ષેત્રના ખૂબ જ કમાઉ ક્ષેત્રો છે. ઉલ્લેખનીય છે કે ફેસબુકે ખરીદેલી ધ ફાઇન્ડની સ્થાપના ૨૦૦૬માં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) શિવ કુમાર અને ચીફ ટેક્નિકલ ઓફિસર (સીટીઓ) શક્તિ સિંહ ખંડેલવાલે કરી હતી. બન્ને ભારતવંશી છે.

ફેસબુકે આ સોદો કેટલામાં થયો છે તેની તો કોઇ જાહેરાત કરી નથી, પણ એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમારું માનવું છે કે અમે સાથે મળીને ફેસબુકનો જાહેરખબરનો અનુભવ ગ્રાહકો માટે વધુ ઉપયોગી બનાવી શકીશું. ફેસબુકે ગયા વર્ષે જાહેરખબરની મદદથી ૧૨.૬ બિલિયન ડોલરની કમાણી કરી હતી.
ધ ફાઇન્ડ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે પણ કહ્યું કે તેની ટેક્નોલોજી ફેસબુક સાથે જોડવામાં આવશે જેથી ફેસબુક પર રોજબરોજ જોવા મળતી જાહેરખબરોને વધુ સારી અને પ્રાસંગિક બનાવી શકાય. તેણે કહ્યું કે તેના અનેક કર્મચારી ફેસબુક સાથે જોડાશે. તેમનું સર્ચ એન્જિન આગામી સપ્તાહોમાં ઓફલાઇન થઈ જશે.
ફેસબુક વીતેલા વર્ષમાં જુલાઈથી ‘બાય’ બટનનું ટેસ્ટિંગ કરી રહી છે. તે બટનને ક્લિક કરીને તેની મદદથી યુઝર્સ સીધા સામાન ખરીદ કરી શકશે. ધ ફાઇન્ડની મદદથી ફેસબુક પોતાની સેવાઓમાં વધારાના ટુલ્સ સામેલ કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter