બિટકોઇન્સના ભાવમાં અસાધારણ ઉછાળો

Friday 02nd June 2017 11:04 EDT
 
 

ન્યૂ યોર્કઃ ડિજિટલ કે વર્ચ્યુઅલ કરન્સી તરીકે ઓળખાતા બિટકોઇન્સના ભાવમાં અસાધારણ ઉછાળો નોંધાયો છે. આ વખતે બિટકોઇન્સના ભાવ પહેલી વખત ૨,૪૦૦ ડોલરને પાર કરીને ૨,૪૦૯ ડોલર થયા છે. આ વર્ષે બિટકોઇન્સના ભાવમાં બમણો વધારો થયો છે. ૨૨ મે ૨૦૧૦ના રોજ બિટકોઇન્સનો ભાવ માત્ર ૦.૦૦૩ સેન્ટ હતો. બ્લોક ચેઇન ટેકનોલોજીનો ઉપયોગ કરતાં સ્ટાર્ટઅપ્સ માટે ફંડ ઊભું કરવા બિટકોઇન્સની માગમાં વધારો થતાં ૨૪ મેના રોજ બિટસ્ટેમ્પ પ્લેટફોર્મ પર બિટકોઇન્સના ભાવ પહેલી વખત ૨,૪૦૯ ડોલર થયા હતા અને નવી ટોચ બનાવી હતી. આ અગાઉ બિટકોઇન્સના ભાવ છેલ્લે ૪.૩ ટકા વધીને ૨,૩૬૩ ડોલર થયા હતા. આ વર્ષે તેના ભાવ વધીને બમણા થયા છે. મતલબ કે જેમણે ૨૨ મે ૨૦૧૦ના રોજ ૦.૦૦૩ સેન્ટના ભાવે ૧૦૦ ડોલરના બિટકોઇન્સ ખરીદ્યા હશે તેનું મૂલ્ય આજે વધીને ૭૩૦ ડોલર કરતાં વધી ગયું છે.
બિટકોઇન્સનું નિરંકુશ વેચાણ
સામાન્ય રીતે ઓનલાઈન અન્ડરવર્લ્ડ દ્વારા બિટકોઇનનો બહોળો ઉપયોગ કરાય છે. ટેકનોલોજિસ્ટ અને સાયબર ક્રાઇમના નિષ્ણાતો કહે છે કે સર્ક્યુલેશનમાં રહેલા તમામ બિટકોઇન્સનું કુલ મૂલ્ય બમણાં કરતા વધુ છે. ઇનિશિયલ કોઇન ઓફરિંગ્સ એટલે કે આઇસીઓ દ્વારા વેચાણમાં વધારો થતા ડિજિટલ કરન્સી એટલે કે બિટકોઇન્સની માગમાં વધારો થયો છે. આઇસીઓના પ્લેટફોર્મ હેઠળ બ્લોક ચેઇન સ્ટાર્ટઅપ દ્વારા બિટકોઇન્સનું સીધેસીધું જાહેર જનતાને વેચાણ કરી શકાય છે. કોઈપણ નિયમ વિના બિટકોઇન્સનું નિરંકુશ વેચાણ થાય છે. છેલ્લા બે મહિનામાં બિટકોઇન્સના ભાવમાં ૧૦૦ ટકાનો વધારો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter