લંડનઃ ભારતની કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવેલા વિજય માલ્યાને બ્રિટિશ કોર્ટ તરફથી મોટો ઝાટકો લાગ્યો છે. માલ્યાની કિંગફિશર એરલાઇન્સ યુકેમાં બીઓસી એવિએશન સામેનો કેસ હારી ગઈ છે. બિઝનેસ એન્ડ પ્રોપર્ટી કોર્ટ્સ ઓફ ધ હાઈકોર્ટે આ કેસમાં માલ્યાને સિંગાપોરની કંપની બીઓસી એવિએશનની અરજી પર વળતરરૂપે ૯૦ મિલિયન ડોલર પાછા આપવાનો ચુકાદો આપ્યો છે.
૨૦૧૪માં કિંગફિશરે બીઓસી પાસેથી ૪ વિમાન લીઝ પર લીધાં હતાં. બીઓસી એવિયેશન અને કિંગફિશર એરલાઇન્સ વચ્ચેનો આ કેસ લીઝિંગ એગ્રીમેન્ટ અંગેનો હતો. બન્ને કંપની વચ્ચે ચાર પ્લેન અંગે સોદો થયો હતો, જેમાંથી ત્રણ વિમાનની ડિલિવરી અપાઈ હતી. પરંતુ કિંગફિશરે અગાઉની બાકી રકમ ન ચૂકવતા બીઓસીએ ચોથા વિમાનની ડિલિવરી અટકાવી દીધી હતી.