ભારત એશિયામાં સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર: એડીબી

Saturday 21st July 2018 07:15 EDT
 
 

નવી દિલ્હીઃ ટ્રેડવોર છતાં ભારતીય અર્થતંત્ર એશિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે. એશિયા અને પેસિફિક દેશોમાં નવા વેપાર તંગદીલી ભર્યા હોવા છતાં દક્ષિણ એશિયા સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા આર્થિક વિસ્તાર તરીકે ચાલુ રહેશે તેવો નિર્દેશ એશિયા ડેવલપમેન્ટ બેન્ક (એડીબી) કર્યો છે.
એડીબીનું માનવું છે કે એશિયા પેસિફિક વિકાસશીલ અર્થતંત્રો ૨૦૧૮ અને ૨૦૧૯ સુધી મજબૂત રહેશે કારણ કે અમેરિકા અને ચીન વચ્ચે સતત વધી રહેલા આંતરિક તણાવના કારણે અન્ય દેશો પર પણ તેની અસર કેવી રહે છે તેના પર આધાર છે. જોકે, આની પોઝિટીવ અસર જોવા મળી શકે છે. ભારતમાં ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૮માં ૭.૩ ટકાની વૃદ્ધિની ધારણા છે અને ૨૦૧૯માં આગળ વધીને ૭.૬ ટકાની વૃદ્ધિ સાધશે તેવો અંદાજ છે.

ભારતીય અર્થતંત્ર અડીખમ: ‘ફિક્કી’

અનેક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રની વિકાસગાથા અડીખમ રહેશે તેવો અંદાજ છે. ભારતની વૃદ્ધિની ગાથા વર્તમાન નાણાંકીય વર્ષમાં જીડીપીમાં અંદાજે ૭.૫ ટકાના દરે આગળ વધવાની ધારણા છે અને આગામી વર્ષોમાં વધુ સુધારો થશે તેમ ફેડરેશન ઓફ ઇંડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (‘ફિક્કી’)એ ઉલ્લેખ કર્યો છે.
મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ધીમો ઘટાડો થઇને ૩.૨ ટકા નોંધાયો હતો અને જૂનમાં રિટેલ ફુગાવો પાંચ ટકાના આંકડાને આંબી ગયો છે. આથી ભારત સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા દ્વારા આગામી સમયમાં વ્યાજદર મુદ્દે કેવા નિર્ણય લેવામાં આવે છે તેના પર પણ મુખ્ય આધાર રહેલો છે.
આમ અનેક પડકારો છતાં દેશના અર્થતંત્રમાં સુધારાના સંકેતોને ખાસ કોઇ નકારાત્મક અસર થાય તેવી શક્યતા નહીંવત્ છે. ‘ફિક્કી’નું માનવું છે કે આગામી કેટલાક મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં સુધારો થવાની સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter