ભારતમાં ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના પાંચ મોટા પ્રોજેક્ટ, બ્રાન્ડ ટ્રમ્પના કારણે ૪૦ ટકા વધુ કિંમત મળી રહી છે

Saturday 29th February 2020 02:47 EST
 
 

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા ટ્રમ્પ અને પુત્રી ઇવાન્કા ટ્રમ્પ સાથે ભારતનો બે દિવસનો પ્રવાસ કરીને વતન પરત પહોંચી ગયા છે. ટ્રમ્પ માત્ર રાજકારણી જ નથી. અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ પણ છે. રિઅલ એસ્ટેટ ઉપરાંત અન્ય ઉદ્યોગોમાં પણ તેમણે જંગી નાણાં રોક્યા છે. સૌથી મોટી વાત એ છે કે ટ્રમ્પે રિઅલ એસ્ટેટમાં નોર્થ અમેરિકા બાદ સૌથી વધુ રોકાણ ભારતમાં કર્યું છે. આમ ટ્રમ્પનો ભારત પ્રવાસ બે દેશના રાજકારણની સાથોસાથ તેમના વ્યાપાર હિતોના દૃષ્ટિએ પણ મહત્ત્વ ધરાવતો હતો.
ટ્રમ્પનો ભલે આ પહેલો ભારત પ્રવાસ હોય પણ તેમના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તાજેતરના વર્ષોમાં ઘણી વાર ભારત આવી ચૂક્યા છે. ભારતમાં ટ્રમ્પનો બિઝનેસ ધ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનનો હિસ્સો છે. ઓર્ગેનાઇઝેશન ૫૦૦ ઉદ્યોગ સમૂહોનું એક જૂથ છે. જેના માલિક ડોનાલ્ડ ટ્રમ્પ છે. તેની વાર્ષિક આવક ૫૦૦૦ કરોડ રૂપિયા છે.

ભારતમાં ટ્રમ્પના રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ

ન્યૂ યોર્કની કંપની ધ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને વર્ષ ૨૦૧૩માં ભારતીય રિઅલ એસ્ટેટ માર્કેટમાં ડગ માંડ્યા હતા અને ભારતીય કંપનીઓ સાથે મળીને તે પાંચ લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કરી ચૂકી છે. ટ્રમ્પની કંપની સાથે ભારતીય કંપનીઓ - લોઢા ગ્રૂપ, પંચશીલ રિઅલ્ટી, એમ૩એમ, ટ્રિબેકા, યુનિમાર્ક તથા આઇરિયો કામ કરી રહી છે. તમામ પ્રોજેક્ટ મુખ્યત્વે મુંબઇ અને પૂણેમાં છે. ભારતમાં ધ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતી કંપનીઓનું કહેવું છે કે તેઓ માત્ર ટ્રમ્પની બ્રાન્ડના નામે ૪૦ ટકા વધુ કિંમત વસૂલ કરી શકે છે. આ બ્રાન્ડ ભારતમાં સારું કામ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter