અમદાવાદઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારતીય એરલાઇન્સને આશરે રૂ. 2500 કરોડનું નુકસાન થયું છે. એવિયેશન ઈન્ડસ્ટ્રી દ્વારા સ્ટેક હોલ્ડર્સ સાથે શેર કરાયેલા તાજેતરના અંદાજ મુજબ જો યુદ્ધ ચાલુ રહે અને ઈરાન, ખાસ કરીને પાકિસ્તાનની એરસ્પેસ બંધ રહે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. આ પ્રતિબંધને કારણે નફાકારક ભારત-યુરોપ રૂટની આવક પર ગંભીર અસર પડશે.
પશ્ચિમ એશિયા ભારતીય એરલાઇન્સ માટે સૌથી મોટું આંતરરાષ્ટ્રીય બજાર છે, પરંતુ ત્યાં ચાલી રહેલા સંઘર્ષને કારણે એરલાઇન્સને દૈનિક ફ્લાઇટોની સંખ્યામાં ભારે ઘટાડો કરવાની ફરજ પડી છે. પરિણામે ક્ષમતાનો ખૂબ જ ઓછો ઉપયોગ થયો છે, વિમાનો નિષ્ક્રિય થયા છે અને આવકમાં સતત ઘટાડો થયો છે.


