લેસ્ટરની બેંક ઓફ બરોડાનો ૧૧૧મો સ્થાપના દિન ઉજવાયો

Wednesday 01st August 2018 07:36 EDT
 
 

લેસ્ટરના બેલગ્રેવ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાને ૧૧૦ વર્ષ પૂર્ણ થયા છે. ગઈ તા. ૨૦ જુલાઈને શુક્રવારે બેંકના ૧૧૧મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સર મહારાજા સયાજી રાવ ગાયકવાડ દ્વિતીયએ ૨૦ જુલાઈ, ૧૯૦૮ના રોજ રૂ.૪૦૦ના રોકાણ સાથે બેંક ઓફ બરોડાની સ્થાપના કરી હતી. સમારંભના મુખ્ય અતિથિ મગનભાઈ પટેલ OBEએ કેક કાપીને સ્થાપના દિનની ઉજવણી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ બેંક ઓફ બરોડા ભારતીય બેંકોમાં સૌથી વધુ વિદેશી શાખા ધરાવતી બેંક છે.

બેંકના બ્રાન્ચ મેનેજર શ્રી પ્રવિણચંદ્ર કુમારે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે લેસ્ટરના વેપારીઓ, ગ્રાહકો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સૌએ અલ્પાહારનો આસ્વાદ માણ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter