વિસ્તારાની અમદાવાદ-દિલ્હી ફ્લાઇટનો શુભારંભ ટુંક સમયમાં

Thursday 12th February 2015 06:10 EST
 
 

મુંબઈઃ ટાટા અને સિંગાપોર એરલાઈન્સ વચ્ચેના સંયુક્ત સાહસરૂપે શરૂ થયેલી વિસ્તારા એરલાઇન્સે ટિકિટનું વેચાણ શરૂ કર્યું હોવાનું ટ્રાવેલ એજન્સીઓના એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું. એરલાઈન્સ નવમી જાન્યુઆરીથી દિલ્હી-મુંબઈ રૂટ પર ફ્લાઈટ્સ શરૂ કરશે અને પછી દિલ્હી-અમદાવાદ અને મુંબઈ-અમદાવાદમાં ફ્લાઈટ્સ શરૂ કરશે. વિસ્તારાની અમદાવાદ ફ્લાઈટ્સ વાઈબ્રન્ટ ગુજરાત સમિટના પ્રારંભ અગાઉ શરૂ થશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૧૧થી ૧૩ જાન્યુઆરી વચ્ચે યોજાઇ રહી છે. વિસ્તારાનું ૩૦ દિવસ અગાઉ ખરીદી પર સૌથી ઓછું ભાડું દિલ્હી-મુંબઈ રૂટ પર રૂ. ૫૫૦૦ છે, દિલ્હી-અમદાવાદ રૂટ પર રૂ. ૪૯૦૦ છે. જ્યારે મુંબઈ અમદાવાદ રૂટ પર રૂ. ૩૮૦૦ છે.
સ્પાઈસજેટમાં સમસ્યા ઊભી થઈ હોવાથી કામગીરી શરૂ કરવા માટે વિસ્તારા માટે સારો સમય છે કારણ કે સ્પાઈસજેટની ફ્લાઈટ્ રદ થવાથી ટિકિટના ભાવમાં વધારો થયો છે. ઓનલાઈન ટ્રાવેલ એજન્સી ક્લીઅરટ્રીપના પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર સંયુક્ત શ્રીધરને કહ્યું હતું કે, ‘સ્પાઈસજેટની ફ્લાઈટ રદ થવાથી બજારમાં જગ્યા ઊભી કરવા માટે વિસ્તાર જેવી નવી કંપનીને મદદ મળશે.’
બજેટ એરલાઈન્સ એરએશિયા ઈન્ડિયા પછી આ ઓપરેશન્સ ટૂંક સમયમાં શરૂ થશે. સ્પાઈસજેટના બિઝનેસને અસર થવાથી વિસ્તારાને લાભ મળવાની શક્યતા છે. વિસ્તારા તેના ઓપરેશન્સના પ્રથમ પાંચ વર્ષમાં ૨૦ વિમાનો ઉમેરવાની યોજના ધરાવે છે. જો સરકાર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવા માટે પાંચ વર્ષનો અનુભવ અને ઓછામાં ઓછા ૨૦ વિમાનોની ફ્લાઈંગ ક્ષમતાનો નિયમ દૂર કરશે તો કંપની તેની યોજનામાં ફેરફાર પણ કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter