લંડનઃ હોલસેલ અને ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરમાં વિશ્વાસપાત્ર કંપની સાન્ડેઆ હોલસેલ દ્વારા વ્યૂહાત્મક વિકાસ અને વિસ્તરણને ગતિશીલ બનાવવા ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝ (FMCG) સેક્ટરમાં નોંધપાત્ર કંપની સ્વસ્તિક ઈન્ટરનેશનલ (UK) લિમિટેડને હસ્તગત કરવા એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે. આના પરિણામે, સાન્ડેઆ હોલસેલ લિમિટેડ યુકેની હોલસેલ અને ડિસ્ટ્રીબ્યુશન ઈન્ડસ્ટ્રીમાં માર્કેટમાં હાજરી, ઓપરેશનલ ક્ષમતા, ઈનોવેશન અને ભૌગોલિક પહોંચના વિસ્તરણ સાથે અગ્રેસર પરિબળ બની જશે.
સાન્ડેઆ હોલસેલના ડાયરેક્ટર સંજીત માણેકના જણાવ્યા અનુસાર આ પગલાંથી બંને કંપનીઓ માટે નવા ઉત્સાહપ્રેરક અધ્યાયનો આરંભ થશે. ટુંક સમયમાં એકીકરણ પ્રક્રિયાનો આરંભ કરાશે. બંને કંપનીઓ ક્વોલિટી, વિશ્વસનિયતા અને ગ્રાહકોને સેવાને જાળવી રાખવા પ્રતિબદ્ધ છે. સાન્ડેઆ હોલસેલ લિમિટેડ FMCG, કોસ્મેટિક્સ,ટોઈલેટરીઝ અને OTC પ્રોડક્ટ્સને રિટેઈલર્સ, સ્વતંત્ર સ્ટોર્સ અને બિઝનેસીસમાં વિતરણ સેક્ટરમાં નામના ધરાવે છે. હોલસેલ વેપારમાં મજબૂત મૂળિયાં સાથે સ્વસ્તિક ઈન્ટરનેશનલ (UK) લિમિટેડ તેની ગુણવત્તાપૂર્ણ FMCGઓફરિંગ અને વિશ્વસનીય સેવા માટે પ્રતિષ્ઠા ધરાવે છે.