સોનું એક મહિનામાં રૂ. ૨૩,૦૦૦ થશેઃ નિષ્ણાતો

Saturday 01st August 2015 04:41 EDT
 
 

મુંબઇઃ વૈશ્વિક મંદી અને મજબૂત ડોલરની અસરને પગલે નિષ્ણાતોએ ૧૦ ગ્રામ સોનું ટૂંક સમયમાં રૂ. ૨૩,૦૦૦ થવાની આગાહી કરી છે. કોમટ્રેન્ડ્સ રિસર્ચના ડિરેક્ટર જ્ઞાનશેખર ત્યાગરાજને જણાવ્યું હતું કે, ‘સોનું મંદી તરફી છે અને એક સપ્તાહથી એક મહિનાના ગાળામાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ. ૨૩,૦૦૦-૨૩,૫૦૦ની રેન્જમાં આવશે.'
બજાર ફેડની ૨૯ જુલાઈની બેઠક પહેલાં નર્વસ છે. ફેડ ચાલુ સપ્તાહે વ્યાજદરની વૃદ્ધિ અંગે મહત્ત્વનો સંકેત આપે તેવી શક્યતા છે.
જ્ઞાનશેખરના જણાવ્યા અનુસાર યુએસ ફેડરલ વ્યાજદર મુદ્દે આખરી નિર્ણય નહીં કરે ત્યાં સુધી બજાર વોલેટાઈલ રહેવાની શક્યતા છે. વૈશ્વિક સોનું ઘટીને પ્રતિ ઔંસ ૧,૦૨૦ ડોલર થવાનો અંદાજ છે. જોકે, તે ૧૦૦૦ ડોલરની નીચે પણ ગબડી શકે. ઉલ્લેખનીય છે કે ૨૯ જુલાઇની ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદરમાં કોઇ ફેરફાર થયો નથી.
ઘરઆંગણે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટશે તો સોનામાં પ્રમાણમાં ઓછો ઘટાડો નોંધાશે. હાલ સોનામાં સ્ટોકિસ્ટસની માંગ છે, જે તહેવારોની સિઝન માટે ખરીદી કરી રહ્યા છે. એન્જલ બ્રોકિંગના કોમોડિટી અને કરન્સીના એસોસિએટ ડિરેક્ટર નવીન માથુરે પણ સોનામાં નોંધપાત્ર ઘટાડાની શક્યતાને સમર્થન આપ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter