સ્કોચ વ્હિસ્કીના ઉત્પાદકોને ભારે ખોટ

Wednesday 10th February 2021 04:59 EST
 
 

લંડનઃ ગયા વર્ષે કોવિડ અને દંડાત્મક યુએસ ટેરિફ્સના બેવડા મારથી સ્કોચ વ્હિસ્કીના ઉત્પાદકોને ૧ બિલિયન પાઉન્ડની ભારે ખોટ સહન કરવી પડી છે. ઈયુ સાથે અમેરિકાના વિવાદના પરિણામે બ્રિટિસ વ્હિસ્કી, સાલમોન અને કાશ્મીઅર ઉપર ૨૫ ટકાની લેવી લાદવામાં આવતા ટ્રાન્સએટલાન્ટિક વેચાણો ઠપ થઈ ગયા હતા.

ડિસ્ટિલર્સે ટ્રેડ સેક્રેટરી લિઝ ટ્રસને વહેલી તકે ટેરિફ્સ દૂર કરાવવા અનુરોધ કરતા સેક્રેટરીએ બ્રેક્ઝિટ પછીના વેપારસોદામાં આ ટેરિફ્સ ઉઠાવી લેવાય તેની ખાતરી આપી હતી. ટેરિફ્સના કારણે ૪૦ ટકા નિકાસ ગુમાવવી પડી છે જેના પરિણામે, ઈન્ડસ્ટ્રીને અંદાજે ૫૦૦ મિલિયન પાઉન્ડનું નુકસાન ગયું છે.

સ્કોચ વ્હિસ્કી એસોસિયેશને જણાવ્યું હતું કે આ દુનિયામાં સૌથી ઊંચા કરબોજમાં એક છે. વ્હાઈટહોલ દ્વારા જણાવાયું હતું કે ટેરિફ્સ ઉઠાવી લેવાય અને સ્કોટિશ નોકરીઓને સપોર્ટ કરવા નવા યુએસ વહીવટીતંત્ર સાથે આ મુદ્દો ઉઠાવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter