ન્યૂયોર્કઃ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સ શેરબજારમાં ઈતિહાસ રચવા જઈ રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, સ્પેસએક્સે અમેરિકામાં તેના આઈપીઓ માટેના જરૂરી દસ્તાવેજો જમા કરાવી દીધા છે. કંપની આઈપીઓ દ્વારા તેનું વેલ્યુએશન અંદાજે 2 ટ્રિલિયન ડોલર આંકી રહી છે. આ દુનિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ સાબિત થઈ શકે છે. સ્પેસએક્સનું ટારગેટ આ આઈપીઓ સાથે અંદાજે 75 બિલિયન ડોલર એકત્ર કરવાનું છે. આ સાથે જ તે સાઉદી અરામકોના 2019ના વર્લ્ડ રેકોર્ડને તોડી નાખશે. સાઉદી અરામકોએ 29.4 બિલિયન ડોલરનો આઈપીઓ લોન્ચ કર્યો હતો. નિષ્ણાતોના મતે, જૂન 2026 સુધીમાં સ્પેસએક્સના શેર માર્કેટમાં ટ્રેડિંગ માટે આવી શકે છે.


