હરિને ભજતાં હરિ-હરનાં દર્શન કરવાં છે? તો "હરિ અોમ હોલીડેઝ"ને સહારે જાજો

Friday 27th November 2015 06:30 EST
 

પૃથ્વીના ફલક પર પથરાયેલ વિશ્વભરના દેશોમાં જોવાલાયક સ્થળો ને પ્રાકૃતિક સૌંદર્યોનું દર્શન કરાવનાર "હરિ અોમ હોલીડેઝ"ના નામથી ભાગ્યે જ કોઇ અજાણ હશે. 
“હરિ અોમ હોલીડેઝ"ના અાયોજકોએ જણાવ્યા મુજબ, “અમારા સુવ્યવસ્થિત ટૂર્સના અાયોજનને કારણે સહેલાણીઅોની સંખ્યા અને માંગ વધતી જાય છે. અાગામી ૨૧ જાન્યુઅારી, ૧૨ મે અને ૧૭ નવેમ્બર દરમિયાન ૧૧ જ્યોતિર્લિંગ યાત્રાનું અાયોજન કરવામાં અાવ્યું છે. જેમાં ૨૯ દિવસની ફૂલ બોર્ડ યાત્રા દરમિયાન બ્રિટીશ સ્ટાન્ડર્ડ મુજબની ટોયલેટ-બાથ, ગરમ પાણીની સગવડ સાથે સ્વચ્છ સુઘડ હોટેલની વ્યવસ્થા કરીએ છીએ. ઉપરાંત યાત્રિકો અાહલાદક પ્રવાસ કરી શકે એ રીતે લકઝરી કોચનું અાયોજન કરીએ છીએ. ૧૧ જયોતિર્લિંગ યાત્રામાં કોલકત્તા- ગંગાસાગર, શિરડી, જગન્નાથ પૂરી- તિરૂપત્તિ, સાસણ ગીર, અમદાવાદ પ્રવાસને પણ સમાવી લઇએ છીએ. પ્રવાસ દરમિયાન યાત્રિકોને રોજ મિનરલ વોટર અાપવામાં અાવશે.
અાગામી તા. ૧૪ જાન્યુઅારી, ૧૧ ફેબ્રુઅારી અને ૧૧ નવેમ્બર દરમિયાન ૧૫ દિવસની "ગોલ્ડન એન્ડ રાજસ્થાન ટૂર્સ" દ્વારા દિલ્હી, અાગ્રા (તાજમહાલ), જયપુર, ઉદયપુર, જેસલમેર, જોધપુર, બિકાનેર અને અજમેરની સહેલગાહનું અાયોજન કરવામામ અાવ્યું છે. અા ઉપરાંત દક્ષિણ ભારત દર્શન માટે  ૧૨ જાન્યુઅારી, ૨૩ ફેબ્રુઅારી અને ૧૫ નવેમ્બર દરમિયાન કેરાલા અને રામેશ્વરની ૧૧ દિવસની ટૂર્સનું અાયોજન કરાયું છે જેમાં કોચીન, મુનાર, પેરિઅાર, મદુરાઇ, બેકવોટર્સ અને કન્યાકુમારીની સહેલગાહ કરાવાશે.
તા.૧૩ જૂન અને ૧૬ જૂન ૨૦૧૬ દરમિયાન ૨૭ દિવસની ચારધામ, અમરનાથ અને વૈષ્ણવોદેવી યાત્રાનું અાયોજન કરવામાં અાવ્યું છે. અા ટૂર દરમિયાન કનકાઇ, હરિદ્વાર, હર કી પેઢી, યમુનોત્રી-ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, વૈષ્ણવોદેવી, અમૃતસર, શ્રીનગર અને અમરનાથ યાત્રાને અાવરી લેવાશે.
તા.૧૩ મે,  ૩જી જૂન, ૧૩ જુલાઇ, ૧૦ અોગષ્ટ અને ૯ સપ્ટેમ્બર દરમિયાન કૈલાસ-માનસરોવરની યાત્રાનું અાયોજન કરાયું છે.  "હરિ અોમ હોલીડેઝ" દ્વારા છેલ્લા દશ વર્ષથી અાયોજીત થતી અા પાવનકારી યાત્રાનો લાભ બ્રિટનભરના શહેરો-નગરોના અસંખ્ય શ્રધ્ધાળુઅોએ લીધો છે. નેપાળથી શરૂ થતી અા યાત્રા કાઠમંડુ થઇ માનસરોવર અને કૈલાસધામના દર્શને લઇ જાય છે. ૧૫ દિવસની અા પાવન યાત્રાનો લાભ લઇ સુખદ-અવિસ્મરણીય અનુભવ કરવો હોય તો અાજે જ "હરિ અોમ હોલીડેઝ"નો સંપર્ક કરી અાપની યાત્રાનું બુકીંગ કરાવી લો. સંપર્ક ફોન: 0208 452 0350


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter