હવે સ્ટીલ - એલ્યુમિનિયમના ટેરિફ 50 ટકા કર્યા

Saturday 07th June 2025 06:02 EDT
 
 

વોશિંગ્ટનઃ પ્રેસિડેન્ટ ટ્રમ્પે વિદેશી સ્ટીલ પરનો ટેરિફ હાલના 25 ટકાથી વધારી 50 ટકા કરવા જાહેરાત કરી છે. બાદમાં તેમણે કહ્યું કે એલ્યુમિનિયમ પર પણ 50 ટકા ટેરિફ લદાશે અને બંને ટેરિફ 4 જૂનથી લાગુ થઇ જશે. તેમણે દાવો કર્યો હતો કે આયાતી સ્ટીલ પર ટેરિફ બમણા કરવાથી અમેરિકન સ્ટીલ ઉદ્યોગને ફાયદો થશે. ટ્રમ્પના આ નિર્ણયની સીધી અસર ભારતીય નિકાસકારો પર પડશે. વર્ષ 2024-25માં ભારતે અમેરિકાને 39 હજાર કરોડ રૂપિયાના સ્ટીલ, લોખંડ અને એલ્યુમિનિયમ સંબંધિત માલની નિકાસ કરી હતી. અમેરિકામાં સ્ટીલની સૌથી મોટી નિકાસ કેનેડા, બ્રાઝિલ, મેક્સિકો અને દક્ષિણ કોરિયા કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter