અમેરિકાના ઇલિનોય સ્ટેટમાં અનોખી ઘટના બની છે. 72 વર્ષ પહેલાં મોકલેલું પોસ્ટકાર્ડ હવે મોકલનાર વ્યક્તિ પાસે જ પાછું ફર્યું છે. 1953માં આ પોસ્ટકાર્ડ એલન બોલ નામના વ્યક્તિએ 18 વર્ષંની યુવાવયે ન્યૂ યોર્ક ટ્રીપ દરમિયાન પોતાના માતા-પિતાને મોકલ્યું હતું, પરંતુ તે રસ્તામાં ક્યાંક ખોવાઈ ગયું હતું. તાજેતરમાં આ કાર્ડ ઓટાવાની એક પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર માર્ક થોમ્પસનને મળ્યું. તેમણે કાર્ડ પર લાગેલા સ્ટેમ્પ અને હસ્તાક્ષરથી હવે 88 વર્ષના થઈ ગયેલા એલન બોલની ઓળખ કરી અને કાર્ડને તેમના સુધી પહોંચાડવામાં સફળ રહ્યા. કાર્ડ જોઈને ડો. બોલે પોસ્ટમાસ્ટરને કહ્યું કે ‘આ જોઈને હું તો આશ્ચર્યચકિત થઇ ગયો છું... તમે તો મારો દિવસ સુધારી દીધો.’