20 હજાર વિદેશી કર્મચારીઓ અમેરિકા છોડ્યા વગર વિઝા રિન્યુ કરી શકશે

Monday 25th December 2023 09:16 EST
 
 

વોશિંગ્ટન: અમેરિકાએ H-1B વિઝાના પાઇલટ પ્રોગ્રામને મંજૂરી આપી દીધી છે. જેને પગલે 20 હજાર H-1B વિઝાધારકો દેશ છોડ્યા વગર વિઝા રિન્યૂ કરી શકશે. વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ ઇન્ફર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર (OIRA)એ નવી પહેલને લીલી ઝંડી આપી હતી. OIRAની મંજૂરી પછી પાઇલટ પ્રોગ્રામ આડેના આખરી અવરોધને પણ મંજૂરી મળી ચૂકી છે. પ્રારંભિક તબક્કે જાન્યુઆરીમાં 20 હજાર વિદેશી પ્રોફેશનલ્સને તેનો લાભ આપવામાં આવશે. પાઇલટ પ્રોજેક્ટની અન્ય માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.
જોકે, પાઇલટ પ્રોગ્રામ વિદેશી પ્રોફેશનલ્સ પૂરતો મર્યાદિત રહેશે. તેમના પર નિર્ભર લોકોને નવી યોજનાનો લાભ નહીં મળે. પાઇલટ પ્રોગ્રામની સાથે વિઝા રિન્યૂઅલના બહુપ્રતિક્ષિત સુધારાની શરૂઆત થશે એવી દરેક વિદેશી કર્મચારીને આશા છે.
આ ઉપરાંત, નવી પહેલને કારણે અમેરિકન એમ્બેસીમાં વિઝા રિન્યૂઅલ માટેના વેઇટિંગ ગાળામાં પણ ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે. ભારત જેવા દેશોમાં વિઝા સર્વિસિસ માટેનો લાંબો વેઇટિંગ ગાળો H-1B પ્રોફેશનલ્સની ટ્રાવેલ યોજના તેમજ તેમની કંપનીઓ માટે અનિશ્ચિતતા ઊભી કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter