23 વર્ષ જૂનો નિયમ બદલાયોઃ હવે સ્ટુડન્ટ વિઝા માત્ર ચાર વર્ષના

Saturday 06th September 2025 07:36 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકાએ સ્ટુડન્ટ વિઝાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવી જોગવાઈ હેઠળ હવે વિદેશી વિદ્યાર્થીઓને અનિશ્ચિત કાળ સુધી અમેરિકામાં રહેવાની મંજૂરી નહીં મળે. ખાસ કરીને એફ-1વિદ્યાર્થી વિઝાના નિયમોને કડક કરાયા છે. હવે વિદ્યાર્થીને વધુમાં વધુ 4 વર્ષના વિઝા મળશે અને અભ્યાસ પૂર્ણ થયે અમેરિકામાં રહેવાનો સમયગાળો પણ 60 દિવસથી ઘટાડીને 30 દિવસ કરાયો છે. સૌથી મોટો ફેરફાર એ છે કે અમેરિકા પહોંચ્યાં પછી વિદ્યાર્થી તરત જ યુનિવર્સિટી કે કોર્સ બદલી શકશે નહીં. હવે તેણે તે જ સંસ્થામાં અભ્યાસ કરવો પડશે, જે તેમના આઈ 20 ફોર્મ, વિઝા પર નોંધાયેલ છે. આ ફેરફારની સીધી અસર ભારતીય વિદ્યાર્થી પર પડશે, કારણ કે દર વર્ષે 3 લાખ વિદ્યાર્થી અમેરિકા અભ્યાસ માટે જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter