250 ડોલરની નોટ પર ટ્રમ્પનો ફોટો મૂકવા તૈયારી

Sunday 07th June 2026 12:38 EDT
 
 

વોશિંગ્ટનઃ કોઇને પણ વાત સાંભળીને બોલવાનું મન થાય કે, ભાઈ તમે શું ગપ્પા મારો છો? અમેરિકામાં તો 100 ડોલરની નોટ સૌથી મોટી છે પરંતુ, હવે અમેરિકામાં ઈતિહાસ રચાઈ શકે છે. અમેરિકા 2029માં તેની સ્વતંત્રતાના 250 વર્ષ પૂર્ણ કરશે અને તેના ભાગરૂપે ખાસ ચલણ બહાર પાડવાની તૈયારી ચાલી રહી છે. અમેરિકાના ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે કહ્યું કે, કોંગ્રેસ મંજૂરી આપશે તો ટ્રેઝરી વિભાગ નવી 250 ડોલરની નોટ બહાર પાડશે. આ નોટમાં અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર હશે. ટ્રેઝરી સચિવ બેસેન્ટે આ 250 ડોલરની નોટની તસવીર મીડિયા સમક્ષ રજૂ કરી હતી. હાલમાં અમેરિકાના કાયદા મુજબ, જીવિત વ્યક્તિનો ચહેરો ચલણી નોટ પર મૂકવો પ્રતિબંધિત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter