250મા સ્વાતંત્ર્ય દિનના સ્મારક સિક્કા પર ટ્રમ્પના ફોટોથી વિવાદ

Saturday 25th July 2026 07:32 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકાએ ગયા પખવાડિયે જ ચોથી જુલાઇએ સ્વતંત્રતા મેળવ્યાના 250 વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે અમેરિકી સરકારે એક ડોલરનો 24 કેરેટ સોનાનો સ્મારક સિક્કો બહાર પાડવાની જાહેરાત કરી છે. નાણાં પ્રધાન સ્કોટ બેસેન્ટે સિક્કાની તસવીર શેર કરીને જણાવ્યું કે સ્વતંત્રતાના વારસા અને દેશભક્તિના પ્રતીકના માનમાં આ સિક્કો બહાર પડાશે. તેના પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર છે. સાથે ‘લિબર્ટી’ અને ‘ઈન ગોડ વી ટ્રસ્ટ’ લખાણ તેમજ 1776-2026 અંકિત થયેલું છે, જે અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠ દર્શાવે છે. જોકે, સિક્કા પર ટ્રમ્પની તસવીર મુદ્દે અમેરિકામાં ચર્ચા છેડાઈ છે. ટીકાકારોનું કહેવું છે કે પરંપરા મુજબ ચલણી નોટો કે સિક્કા પર કોઈ હયાત રાષ્ટ્રપતિની તસવીર નથી છપાતી, બીજી તરફ નાણાં મંત્રાલયનું કહેવું છે કે 1926માં અમેરિકાની 150મી વર્ષગાંઠ પર પણ તત્કાલીન રાષ્ટ્રપતિ કેલ્વિન કૃલિજની તસવીર સાથેનો સ્મારક સિક્કો જારી થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter