33 હજાર ટેમ્પરરી વર્કર્સ માટે પીઆરનો માર્ગ ખુલ્યો

કેનેડા કોર્નર

Thursday 19th March 2026 01:38 EDT
 
 

ઓટાવાઃ કેનેડા સરકારે દેશમાં પહેલેથી હાજર ટેમ્પરરી વર્કર્સ (અસ્થાયી વિદેશી કર્મચારીઓ) માટે પરમેનન્ટ રેસિડેન્સી (પીઆર) મેળવવાનો નવો અને સરળ માર્ગ ખોલી આપ્યો છે. મંગળવારે ઈશ્યૂ કરાયેલા ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC)ના વાર્ષિક રિપોર્ટ અનુસાર લગભગ 33,000 કર્મચારીઓને આ નવા કાર્યક્રમ હેઠળ પીઆર આપી દેવાશે. આ ખાસ વનટાઈમ પાથવે એવા લોકો માટે છે કે જેઓ વર્તમાનમાં કાયદેસરની પરમીટ સાથે વસવાટ અને કામ કરી રહ્યા છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ ક્ષેત્રમાં કર્મચારીઓની કમીને પુરી કરવાનો છે જ્યાં કેનેડા ભારે સંકટનો સામનો કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કેનેડાના ટેમ્પરરી વર્કફોર્સમાં ભારતીય નાગરિકોની ભાગીદારી લગભગ 20 ટકા જેવી છે. આ સંજોગોમાં નવો નિયમો હજારો ભારતીય વ્યવસાયિકો, ખાસ કરીને આઈટી અને હેલ્થમાં કામ કરતાં ભારતીય વ્યવસાયિકો માટે કેનેડામાં કાયમ માટે વસવાટ કરવાનો આ એક ખુબ જ ઝડપી અને સુનિશ્ચિત માર્ગ સાબિત થશે.ઉમેદવાર પાસે વર્તમાનમાં માન્ય કેનેડિયન વર્ક પરમીટ હોવી જરૂરી છે. આ કર્મચારી હાલમાં કેનેડામાં કોઈ સ્થાન પર કામ કરતો હોવો જોઈએ.

ઉમેદવારે સ્થાનિક સમુદાય સાથે પોતાના જોડાણનું પ્રમાણ આપવું પડશે. જેમ કે, ટેક્સની ચુકવણી અથવા લાંબા ગાળા માટેનો જોબ કોન્ટ્રાક્ટ. અત્રે ઉલ્લેખનીય છે કે પર્યટકો અથવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ આ યોજના માટે જ્યાં સુધી વર્ક પરમીટ પર સ્વીચ ના થાય ત્યાં સુધી પાત્રતા ધરાવતાં નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter