57 વર્ષ પહેલા અવકાશમાં લેવાઇ હતી પ્રથમ સેલ્ફી

Friday 08th December 2023 10:19 EST
 
 

આ સાથેની તસવીર 11 નવેમ્બર 1966ની છે, જ્યારે એડવિન રઈ બઝ એલ્ડ્રિન જુનિયરે રાત્રે 11 વાગ્યે 1 મિનિટે અવકાશમાં પ્રથમ સેલ્ફી લીધી હતી. એલ્ડ્રિન ‘નાસા’ના જેમિની-12 મિશન પર હતા, જે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા આયોજિત અવકાશ મિશન હતું. એલ્ડ્રિન 11થી 15 નવેમ્બર સુધી અવકાશમાં રહ્યા હતા. આ તસવીર લેતાં સમયે તેમની હેલ્મેટનું વિઝર વચ્ચે આવી ગયું હતું. આ કારણે એલ્ડ્રિનના ચહેરાને બદલે પ્રકાશ પ્રતિબિંબિત થઈ રહ્યો હતો. જોકે, એલ્ડ્રિને તેના હેલ્મેટ વિઝરને નીચે ઉતારીને અવકાશમાં પ્રથમ સેલ્ફી લીધી. તેણે સુપર-વાઈડ હેસલબ્લેડ કેમેરા અને તેના 38 મીમી લેન્સનો ઉપયોગ કરીને આ ફોટો લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter