7 દિવસમાં 7 ખંડમાં મેરેથોન દોડ

Tuesday 24th June 2025 12:30 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાની એશ્લે પોલ્સને પોતાના નામે એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો હતો. તેમણે વર્ષ 2024માં 7 દિવસમાં 7 જુદા-જુદા ખંડમાં મેરેથોન દોડીને આ સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. સાદા શબ્દોમાં કહીએ તો, દરરોજ એક નવા સ્થાને નવી મેરેથોન દોડી છે.
એશ્લે પોલ્સને તેની આ વિક્રમજનક દોડની શરૂઆત એન્ટાર્કટિકાથી કરી હતી. ત્યાંથી સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા, યુરોપ, સાઉથ અમેરિકા અને છેલ્લે નોર્થ અમેરિકા પહોંચી હતી.
ક્યાંક ભયંકર ઠંડી તો પ્રચંડ ગરમી અને ક્યાંક ઊંચાઈ હતી. આ યાત્રામાં તેણે કુલ 183 માઇલનું અંતર કાપ્યું. આ દરમિયાન ઇજાગ્રસ્ત થવા છતાં અટકી નહીં. પોલ્સને આ વિક્રમ સર્જવા માટે મહિનાઓ સુધી લાંબા અંતરની દોડ, સહનશક્તિ વધારતી કસરત અને માનસિક રીતે તૈયાર થવાની તાલીમ મેળવી હતી. ડાયટ અને ઊંઘનું પણ ધ્યાન રાખ્યું હતું.
પોતાની સિદ્ધિ વિશે એશ્લે પોલ્સન કહે છે કે જો આપણે પોતાના મનમાં કોઈ કામ કરવાનો દૃઢ નિર્ધાર કરી લઈએ તો કશું પણ અશક્ય નથી, આવી પડકારજનક દોડ પણ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter