B-1 અને B-2 વિઝા માટે એકસ્ટ્રા 750 ડોલર ચૂકવો, 10 દિવસમાં ઇન્ટરવ્યુ એપોઇન્ટમેન્ટ મેળવો

Wednesday 17th June 2026 05:36 EDT
 
 

વોશિંગ્ટન: પ્રેસિડન્ટ ટ્રમ્પે H-1B વિઝા ફીના મામલે કોર્ટમાં પછડાટ ખાધા પછી હવે નવો દાવ ખેલ્યો છે. ટ્રમ્પ તંત્રે ઓફર કરી છે કે B-1 અને B-2 વિઝામાં અરજી સમયે 185 ડોલર ચૂકવ્યા પછી 750 ડોલર વધારાના ચૂકવશો તો 10 જ દિવસમાં ઇન્ટરવ્યુ એપોઇન્ટમેન્ટ મેળવશો. સામાન્ય રીતે તેનો બેકલોગ ક્લિયર કરવામાં વર્ષતી વધુ સમય લાગે છે.
આ નવા પાયલોટ પ્રોગ્રામનો પ્રારંભ પહેલી જુલાઈ 2026થી થશે. આના લીધે ક્વોલિફાઇડ B-1 અને B-2 વિઝા અરજદારો અમેરિકન રાજદૂતાવાસમાં ઇન્ટરવ્યુ માટેનો સ્લોટ ખરીદી શકશે અને વિદેશમાં તેમણે કોન્સ્યુલરને નિયત ધારાધોરણ મુજબની 185 ડોલરની અરજી ફી તો ચૂકવવાની જ રહેશે.
અમેરિકન વિદેશ વિભાગનું કહેવું છે કે જો તમારે અરજી કર્યા બાદ વહેલામાં વહેલી તકે ઇન્ટરવ્યુ જોઈતો હોય તો 750 ડોલર એક્સ્ટ્રા ચૂકવો અને દસ જ દિવસમાં ઇન્ટરવ્યુ ફિક્સ કરી શકો છો. આ પ્રોગ્રામ 31 ડિસેમ્બર 2026 સુધી ચાલશે. આમ વિદેશ વિભાગને પણ આ પ્રકારના ઇન્ટરવ્યુની કેટલી માંગ છે તે જોવાનો અને તેની કાર્યકારી અસરની સમીક્ષા કરવાનો છ મહિનાનો સમય મળશે. તેના પછી નક્કી કરાશે કે તેને કાયમી ધોરણે લાગુ કરાશે કે કેમ.
H-1B વિઝા માટે બે લાખથી વધુએ
એક લાખ ડોલર ચૂકવ્યા
અમેરિકામાં કામ કરવા H-1B વિઝા મેળવવા માંગતા બે લાખથી વધારે અરજકર્તાઓએ એક લાખ ડોલર ચુકવવાનો વિકલ્પ પસંદ કર્યો હોવાનું ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (ડીએચએસ)નું કહેવું છે. સેનેટ એપ્રોપ્રિએશન્સ સબ કમિટીને જણાવાયું છે કે ડીએચએસને નાણાં વર્ષ 2026માં 2.86 લાખ H-1B અરજીઓ મળી હતી. તેમાંથી બે લાખથી વધુ લોકોએ અમેરિકા આવવા માટે એક લાખ ડોલરની ચુકવણી કરી હતી. એક લાખ ડોલર ચુકવનારા અરજકર્તાનાં દસ્તાવેજો 15 દિવસમાં પ્રોસેસ થઈ જાય છે. જ્યારે અન્ય અરજકર્તાનાં દસ્તાવેજો પ્રોસેસ થવામાં સાડા સાત મહિનાનો સમય લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter