CIA અમેરિકન નાગરિકોની માહિતી ગુપ્ત રીતે ભેગી કરતી હોવાનો આક્ષેપ

Tuesday 15th February 2022 15:09 EST
 

ન્યૂયોર્કઃ અમેરિકન પાર્લામેન્ટની ગુપ્તચર બાબતોની કમિટીના બે ડેમોક્રેટિક સાંસદોએ દાવો કર્યો હતો કે દેશની ગુપ્તચર એજન્સી સીઆઇએની પાસે ગુપ્ત અને અપ્રકાશિત ડેટા સંગ્રહ છે. તેમાં અમેરિકન નાગરિકોની માહિતી પણ સામેલ છે. સેનેટના બંને સભ્યોએ આરોપ મૂક્યો હતો કે લાંબા સમયથી ચાલી રહેલા સીઆઇએનો ગુપ્ત પ્રોગ્રામ લોકો અને સંસદથી છુપાવીને રખાયો છે.
ઓરેગોન સ્ટેટના સેનેટર રોન વિડેન અને ન્યૂ મેક્સિકોના સેનેટર માર્ટિન હેનરિચે ટોચના ગુપ્ત અધિકારીઓને પત્ર લખી વધુ માહિતી જાહેર કરવાની માગ કરી હતી.
આ પત્ર એપ્રિલ,૨૦૨૧માં લખવામાં આવ્યો હતો. જેનો મોટા ભાગનો હિસ્સો તાજેતરમાં જાહેર કરાયો હતો પરંતુ, સીઆઇએ દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજો દૂર કરવામાં આવ્યા હતાં.
વિડેન અને હેનરિચે જણાવ્યું છે કે પાર્લામેન્ટ અને પ્રજાનું માનવું છે કે કાયદાકીય માળખાને અવગણીને આ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સીઆઇએ અને નેશનલ સિક્યુરિટી એજન્સીનું એક વિદેશી મિશન છે અને સામાન્ય રીતે તેને અમેરિકનો અથવા અમેરિકન બિઝનેસની તપાસથી નિષિદ્ધ કરવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter