CUNY લો સ્કૂલના ડીન પદે ભારતવંશી સુધા શેટ્ટી

Wednesday 23rd March 2022 06:27 EDT
 
 

ન્યૂ યોર્કઃ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ ઓફ ધ સિટી યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કે તાજેતરમાં સુધા શેટ્ટીને અપવાદરૂપ સ્કોલર અને અનુભવી તથા સહયોગી કાનૂની વડા ગણાવીને દેશની સૌથી મોટી અર્બન પબ્લિક યુનિવર્સિટી CUNY સ્કૂલ ઓફ લોના ડીન તરીકે તેમની તરફેણમાં મતદાન કર્યું હતું.  યુનિવર્સિટીના નિવેદન પ્રમાણે CUNY સ્કૂલનું નેતૃત્વ સંભાળનારા તેઓ પ્રથમ મૂળ ભારતીય છે. તેમની આ નિમણુંક 1 જુલાઈ 2022થી અમલી બનશે.  તેઓ 2018થી વેસ્ટર્ન ન્યૂ ઈંગ્લેન્ડ યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોના ડીન તરીકે કાર્યરત છે. તે સમયે તેઓ અમેરિકન બાર એસોસિએશન એક્રેડિટેડ સ્કૂલ ઓફ લોના ડીન તરીકે ફરજ બજાવનારા પ્રથમ મૂળ ભારતીય મહિલા બન્યા હતા. અગાઉ તેમણે ફેકલ્ટી ડેવલપમેન્ટ અને ઈન્ટેલેક્ચ્યુઅલ લાઈફ માટે સ્કૂલના એસોસિએટ ડીન તરીકે ફરજ બજાવી હતી. 2006 થી તેઓ સ્કૂલના ફેકલ્ટી છે અને 2009, 2016 તથા 2018માં પ્રોફેસર હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter