NASAમાં ૧૮૩૦૦માંથી ભારતીય રાજા ગિરિંદરચારીની એસ્ટ્રોનોટ તરીકે પસંદગી

Saturday 10th June 2017 05:55 EDT
 
 

વોશિંગ્ટનઃ NASAએ તેના આગામી અવકાશ મિશન માટે ૧૨ નવા અવકાશયાત્રીઓની પસંદગી કરી છે. આ નવા અવકાશ યાત્રીઓમાં એક ભારતીય અમેરિકન રાજા ગિરિંદરચારી પણ સામેલ છે. નાસાએ ૧૮૩૦૦ અરજદારોમાંથી અવકાશ યાત્રીઓની પસંદગી પૃથ્વીની કક્ષાથી ગહન અંતરિક્ષમાં અભ્યાસ માટે કરી છે. નાસાના અહેવાલો પ્રમાણે ટૂંક સમયમાં જ આ અવકાશયાત્રીઓની ટ્રેનિંગ શરૂ થશે.

 છેલ્લા ૨૦ વર્ષનું સૌથી મોટું અવકાશ મિશન જૂથ

  • NASA દ્વારા પસંદ કરવામાં આવેલા લોકોમાં ૭ પુરુષ અને ૫ મહિલાઓ છે.
  • આ છેલ્લા ૨૦ વર્ષનું સૌથી મોટું ગ્રુપ અવકાશ મિશન પર જવા માટે પસંદ કરવામાં આવ્યું છે.
  • પસંદ કરવામાં આવેલા ૧૨ લોકોમાં ૬ સૈન્ય અધિકારી, ૩ વૈજ્ઞાનિક, ૨ મેડિકલ ડોક્ટર અને એક સ્પેસીક્સ એન્જિનિયર છે.
  • આ સિવાય આ ટીમમાં એક NASAનો રિસર્ચ પાયલોટ પણ હશે.
  • આ પસંદ કરાયેલા લોકોમાં એક ભારતીય પણ છે જેનું નામ રાજા ગિરિંદરચારી છે.

    રાજા ગિરિંદરચારીનો પરિચય

  • લેફ્ટનન્ટ કર્નલ રાજા ગિરિંદરચારી ૩૯ વર્ષનો છે.
  • તે ૪૬૧મા ફ્લાઈટ ટેસ્ટ સ્કવોર્ડનના કમાન્ડર અને કેલિફોર્નિયામાં એડવર્ડ એરફોર્સ બેઝ પર એમ ૩૫ ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ ફોર્સના ડિરેક્ટર પણ છે.
  • ચારી વોટરલુમાં રહે છે અને તેઓએ એમઆઈટીમાંથી એરોનોટિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
  • આ ઉપરાંત યુએસ નેવલ ટેસ્ટ પાયલટ સ્કૂલમાંથી તે ગ્રેજ્યુએટ છે.
  • રાજાના પિતા ભારતીય છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter