RSS આતંકી સંગઠન નથીઃ અમેરિકા

Friday 17th April 2015 02:18 EDT
 

ન્યૂ યોર્કઃ અમેરિકામાં શીખ અધિકાર સંગઠન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને આતંકવાદી સંગઠન જાહેર કરવાની માગ કરતી અરજી કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે આ અરજી રદ કરવાની રજૂઆત ન્યૂ યોર્કની અદાલતમાં કરી છે. મંત્રાલયે અદાલતમાં જણાવ્યું હતું કે શીખ સંગઠનની અરજીનો કોઈ જ આધાર નથી. ન્યૂ યોર્કના સધર્ન જિલ્લાના જજ લૌરા ટેઇલર સ્વેઇન સમક્ષ રજૂ કરેલા ૧૮ પાનાના જવાબમાં અમેરિકાના એટર્ની પ્રીત ભરારાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આતંકવાદી સંગઠન છે તેવો કોઇ આધાર નથી, જો શીખ્સ ફોર જસ્ટિસ પાસે કોઈ આધાર હોય તો પણ વિદેશ પ્રધાને સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર ન કર્યું હોવાથી રાજકીય સવાલોની ડોક્ટ્રીન ન્યાયિક સમીક્ષા કરવાની મંજૂરી આપતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter