USમાં સૌથી વધુ યુવાનો આત્મહત્યા કરે છે

Thursday 09th November 2017 07:20 EST
 

વોશિંગ્ટનઃ વિજ્ઞાનીઓએ તાજેતરમાં બ્રેઈન સ્કેન દ્વારા આત્મહત્યાના વિચારો જાણી શકવા અંગે મહત્ત્વની જાહેરાત કરી હતી. બીજી તરફ અન્ય એક શોધમાં તેમણે એમ પણ જણાવ્યું કે, અમેરિકી યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ ચાર ગણું વધી ગયું છે. યુવાનોના મોતના કારણોમાં આત્મહત્યા બીજા ક્રમનું સૌથી મોટું કારણ છે. સંશોધકોને બ્રેઇન સ્કેન દરમિયાન વ્યક્તિને આવતા આત્મહત્યાના વિચારો ડાઘ-ધબ્બાના રૂપે દેખાયા છે, હવે લોકોનાં સ્કેનિંગની વિવિધ નવી પદ્ધતિઓ તેમના જીવના જોખમે અપનાવી શકાશે. કારનેગી મેલોન યુનિવર્સિટીના પાયાના અભ્યાસમાં જણાવાયું છે કે જ્યારે વ્યક્તિમાં આત્મહત્યાના વિચારો આવે ત્યારે તેનાં મગજની વિચારશક્તિ સક્રિય બને છે. ખાસ કરીને જ્યારે તેઓ મૃત્યુ સંબંધી શબ્દો સાંભળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter