£૫૮ મિલિયનના કૌભાંડમાં ભારતીય મૂળની વ્યક્તિની ધરપકડ

Wednesday 01st September 2021 07:18 EDT
 

વોશિંગ્ટનઃ રોકાણકારો સાથે £૫૮ મિલિયન પાઉન્ડ (૮૦ મિલિયન ડોલર) ની છેતરપિંડી કરવાના આરોપસર અમેરિકાની ટેકનોલોજી કંપનીના ભારતીય મૂળના પૂર્વ સીઇઓ અને મોબાઇલ એપ હેડસ્પીનના સહસ્થાપક ૪૫ વર્ષીય મનિષ લછવાણીની ૨૫ ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે વર્ષ ૨૦૧૫થી માર્ચ ૨૦૨૦ દરમિયાન રોકાણકારોના ૧૦૦ મિલિયન ડોલર એકત્ર કર્યા હોવાનો આરોપ છે.
લછવાણીએ કંપનીની વાર્ષિક આવક વિશે રોકાણકારોને ખોટી માહિતી આપી હતી અને નાણાંકીય સ્થિતિ પણ વાસ્તવિક કરતાં વધુ સારી બતાવી હતી. મે ૨૦૨૦માં ઓડિટિંગ ફર્મ દ્વારા કંપનીના અનઓડિટેડ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટની સમીક્ષામાં જણાયું કે કંપનીએ  ૯૫.૩ મિલિયન ડોલરની આવક દર્શાવી હતી તેની સામે હકીકતે માત્ર ૨૬.૩ મિલિયન ડોલર આવક હતી. આ આરોપ પૂરવાર થશે તો તેને મહત્તમ ૨૦ વર્ષની સજા થઇ શકે.  
હેડસ્પીનની સ્થાપના અગાઉ લછવાનીએ એમેઝોનના ટેબલેટ કિન્ડલ માટે પ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter