અમેરિકન કોલસેન્ટર કૌભાંડમાં સાત ભારતીયઃ પાંચ બીપીઓ દોષિત

Wednesday 12th September 2018 08:23 EDT
 

શિકાગોઃ અમેરિકામાં આચરવામાં આવેલા ૫૫ લાખ કરોડનાં કોલસેન્ટર કૌભાંડમાં અમેરિકાનાં ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા સાતમી સપ્ટેમ્બરે ૭ ભારતીય સહિત ૧૫ લોકોને અને ગુજરાતનાં ૫ કોલસેન્ટર્સને દોષિત ઠરાવવામાં આવ્યા છે. આ કોલસેન્ટર્સ અને વ્યક્તિઓ દ્વારા અમેરિકાનાં ૨૦૦૦ લોકો સાથે છેતરપિંડી કરાઈ હતી. કૌભાંડમાં સંડોવાયેલા કોલ સેન્ટરનાં ઓપરેટર્સ દ્વારા કૌભાંડનો ભોગ બનેલી સંભવિત વ્યક્તિને ઈન્ટરનલ રેવન્યુ સર્વિસ બોગસ અધિકારી બનીને કે અન્ય રીતે લોનની ઓફર કરાતી હતી. આ પછી ભોગ બનેલી વ્યક્તિને થોડા દિવસ પછી સરકારનો ટેક્સ અને દંડ નહીં ચૂકવવા માટે ધરપકડની કે કેદની સજાની કે દંડની ધમકીઓ આપીને તેમની પાસેથી ડોલર પડાવવામાં આવતા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter