અમેરિકન સુપ્રીમે સાત મુસ્લિમ દેશના નાગરિકોની પ્રવેશબંધીનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો

Thursday 28th June 2018 08:40 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકન સુપ્રીમ કોર્ટે કેટલાક મુસ્લિમ દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ પર મુકેલા પ્રતિબંધને યોગ્ય ઠેરવી મંજૂર કર્યો હતો. અગાઉ નીચલી કોર્ટે આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો, પરંતુ ટ્રમ્પના આ નિર્ણય સુપ્રીમે તે રદ કરીને ઇરાન, લિબિયા, સોમાલિયા, સિરાયા અને યેમેનના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ કાયમ રાખ્યો છે.

ટ્રમ્પ વહીવટી તંત્રનો આ મોટો વિજય ગણાય છે. અમેરિકાના ચીફ જસ્ટિસ જોહન રોબર્ટે ચુકાદામાં લખ્યું હતું કે, પ્રવાસ પ્રતિબંધ પ્રમુખ પદની સત્તાના દાયરામાં છે. સરકારે રાષ્ટ્રીય સલામતી જાળવવા તૈયારી રાખી હતી. આ નીતિ મજબુત જણાય છે. સુપ્રીમે ચુકાદો આપ્યા બાદ ટ્રમ્પે ટિવટર પર જાહેર કર્યો હતો. જો કે ડિરેકટર ઓફ અમેરિકન સિવિલ લિબર્ટી યુનિયનના વડા ઓમર જાદવાલે આ ઘટનાને સુપ્રીમની મોટી નિષ્ફળતા ગણાવી હતી. એસીએલયુના વડાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ નિષ્ફળ ગઈ છે. દરેક ચૂંટાયેલા સભ્યોએ સમજી લેવું જોઇએ કે ટ્રમ્પે મુસ્લિમો ઉપર મુકેલા પ્રતિબંધનો વિરોધ ન કરવો તે અમેરિકાના આઝાદી અને સમાનતાના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે તેમ જણાવી તેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાનીઝ અમેરિકન પર મુકેલા પ્રતિબંધનો ઉલ્લેખ કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના મુસ્લિમો પરના વિવાદિત પ્રતિબંધ બાદ કોર્ટની બહાર ઇમગ્રેશન વિરોધીઓ કરતાં ગર્ભપાતની તરફેણ કરનારા માનવાધિકારી કાર્યકરો વધુ હતા.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમનો ચુકાદો ટ્રમ્પના વિજય સમાન છે અને ઇમિગ્રન્ટ નીતિ ઘડવા માટે તે વધુ શક્તિશાળી બનશે. શરૂઆતમાં ટ્રાવેલ બાનનો અમલ આડેધડ થયો હતો પરંતુ પાછળથી તે વ્યવસ્થિત કરાયો અને ટ્રમ્પે તેને સફળતા ગણાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter