અમેરિકન સેનેટે ઈમિગ્રેશન કાયદામાં સુધારા અટકાવ્યા

Wednesday 22nd September 2021 07:07 EDT
 

વોશિંગ્ટનઃ લાખો ઈમિગ્રન્ટ્સને દેશમાં કાયદેસર વસવાટ કરવાની પરવાનગી આપવા અંગેની યુનાઈટેડ સ્ટેટ્સ કોંગ્રેસમાં ડેમોક્રેટિક સભ્યોની દરખાસ્તને યુએસ સેનેટમાં અટકાવી દેવાઈ હતી. મહત્વની બાબતો સંભાળતા સેનેટ પાર્લામેન્ટેરિયને ૧૯ સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ૩.૫ ટ્રિલિયન ડોલરના સ્પેન્ડીંગ બીલ સાથે ઈમિગ્રેશન પ્રપોઝલને સાંકળવાને સેનેટના નિયમો હેઠળ પરવાનગી અપાઈ ન હતી.

સેનેટના ડેમોક્રેટિક લીડર ચક શુમારે નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણયથી તેઓ ખૂબ નિરાશ થયા છે. પરંતુ બજેટ રિકન્સિલિએશનમાં તેઓ ઈમિગ્રન્ટ્સને કાયદેસરનું સ્ટેટસ મળે તે માટે લડત આપશે.

મોટાભાગના રિપબ્લિકનોએ ડેમોક્રેટ્સની દરખાસ્તનો વિરોધ કર્યો હતો. તેમાં બાળક હોય ત્યારે  અમેરિકા આવેલા ઘણાં લોકો સહિત ડોક્યુમેન્ટ વિનાના અંદાજે આઠ મિલિયન ઈમિગ્રન્ટ્સને સીટીઝનશિપ માટેનો માર્ગ પૂરો પાડવાની વાત હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter