અમેરિકા H-1B વિઝા માટે પહેલી માર્ચથી રજિસ્ટ્રેશન

Friday 04th February 2022 06:11 EST
 
 

નવી દિલ્હી: વિશ્વમાં સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા અમેરિકી H-1B વિઝા માટે રજિસ્ટ્રેશન આગામી પહેલી માર્ચથી શરૂ થશે અને ૧૮ માર્ચ સુધી ચાલુ રહેશે. યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસે (USCIS) એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું કે H-1B વિઝા માટે ૧ માર્ચથી ૧૮ માર્ચ દરમિયાન ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાશે. USCIS વર્ષ ૨૦૨૩ માટે H-1B વિઝા માટેની દરેક અરજીને એક રજિસ્ટ્રેશન નંબર આપશે, જેનો રજિસ્ટ્રેશન ટ્રેક કરવા માટે ઉપયોગ કરી શકાશે.
અરજદારો ઇલેક્ટ્રોનિક રીતે રજિસ્ટ્રેશન માટે myUSCIS પર ઓનલાઇન એકાઉન્ટનો ઉપયોગ કરીને અરજી કરી શકશે. H-1B રજિસ્ટ્રેશન ચાર્જ ૧૦ ડોલર રખાયો છે. સંભવિત અરજદાર કે જેઓ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાના છે તેઓ અને રજિસ્ટ્રાર (અમેરિકી એમ્પ્લોયર અને અમેરિકી એજન્ટ) એક જ એકાઉન્ટનો ઉપયોગ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter