અમેરિકા મહાત્મા ગાંધીને સર્વોચ્ચ સન્માન આપશે

Wednesday 18th August 2021 07:22 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં મહાત્મા ગાંધીને ત્યાંનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવાના પ્રયાસો ફરી સક્રિય થયા છે. અમેરિકાના એક સાંસદે ગાંધીજીને મરણોપરાંત પ્રતિષ્ઠિત કોંગ્રેશનલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવા અંગેની દરખાસ્ત અમેરિકી પ્રતિનિધિ સભામાં ફરી રજૂ કરી હતી. કોંગ્રેશનલ ગોલ્ડ મેડલ અમેરિકામાં સર્વોચ્ચ નાગરિક સન્માન છે. કોંગ્રેસ સભ્ય કેરોલિન મેલોનીએ આ દરખાસ્ત રજૂ કરતા કહ્યું કે વિરોધ દર્શાવવા મહાત્મા ગાંધીનો અહિંસક અને ઐતિહાસિક સત્યાગ્રહ રાષ્ટ્ર અને વિશ્વને પ્રેરિત કરે છે. તેમનું ઉદાહરણ આપણને બીજાની સેવામાં સમર્પિત થવા પ્રોત્સાહિત કરે છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter