અમેરિકાએ ડબલ ઢોલકી વગાડીઃ પાક.ને વિમાન આપ્યા

Thursday 07th May 2015 06:27 EDT
 

વોશિંગ્ટનઃ આતંકવાદ મુદ્દે અનેકવાર પાકિસ્તાનને સકંજામાં લેનાર અમેરિકા બીજી તરફ તેને વિવિધ સહાય કરી રહ્યું છે. અમેરિકાએ ૯-૧૧ના ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાનને ૫.૪ બિલિયન ડોલરના લશ્કરી સાધનો આપ્યા છે. તેમાં એપ-૧૬ ફાઈટર વિમાનોનો પણ સમાવેશ થાય છે. ભારતે છેલ્લા ૧૦ વર્ષમાં અમેરિકા પાસેથી ૧૦ બિલિયન ડોલરનો હાઇટેક લશ્કરી સામાન ખરીદ્યો છે. એક અધિકૃત રિપોર્ટમાં જણાવાયું છે કે, ૯-૧૧ના હુમલા બાદ અને વર્ષ ૨૦૦૫માં ડિફેન્સ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ બાદ ભારત-અમેરિકા વચ્ચે સંરક્ષણ સંબંધો મજબૂત થયા છે. દરમિયાનમાં અમેરિકા પાકિસ્તાનને ખાનગીમાં હથિયારો આપતું રહ્યું છે. અમેરિકાએ બે વર્ષ સુધી પાકિસ્તાનને અત્યાધુનિક હથિયારો અને ઉપકરણો આપવાનું બંધ કરી દીધું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter