અમેરિકાએ ભારતીયોને વિક્રમજનક 1.40 લાખ સ્ટુડન્ટ વિઝા આપ્યા

Saturday 09th December 2023 12:01 EST
 
 

વોશિંગ્ટનઃ બાઇડેન સરકારે ભારતના લોકો સાથે સંપર્ક વધારવાના ઉદ્દેશથી ગયા વર્ષે વિક્રમજનક 1.40 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા જારી કર્યા છે. આ સાથે જ અમેરિકન વહીવટી તંત્ર વિઝા માટે ઇન્ટરવ્યુ માટેના વેઇટિંગ પિરિયડને ઘટાડવાના પ્રયત્નો પણ કરી રહ્યું છે. એક મુલાકાતમાં ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વિઝા સર્વિસીસ જુલી સ્ટફે જણાવ્યું હતું કે ભારતમાં કાર્યરત અમેરિકન મિશને વિદ્યાર્થીઓના વર્ગો શરૂ થાય તે પહેલા ઇન્ટરવ્યુ સુનિશ્ચિત કરવા સપ્તાહમાં છ થી સાત દિવસ કામ કર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે અમેરિકાએ ભારતમાંથી આવી રહેલી ડિમાન્ડને પૂરી કરવા માટે અનેક પ્રયત્નો કર્યા છે. ચાલુ વર્ષે અમે ભારતમાં જે કર્યુ છે તે માટે ગૌરવ અનુભવી રહ્યાં છીએ. તેમણે જણાવ્યું હતું કે મારું માનવું છે કે ઇતિહાસમાં પ્રથમ વખત અમે ભારત માટે દસ લાખ વિઝા જારી કરવાનું લક્ષ્ય રાખ્યું અને તેને પૂર્ણ પણ કર્યુ છે. આ કામ કેટલાક મહિનાઓ પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાથી વિઝાની સંખ્યા હજુ પણ વધી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter