અમેરિકાના 247મા સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી

Thursday 13th July 2023 13:31 EDT
 
 

આ તસવીર અમેરિકાના ન્યૂ યોર્કની છે. અમેરિકામાં ચોથી જુલાઈના રોજ આઝાદીની 247મી વર્ષગાંઠ ઉજવવામાં આવી. અમેરિકાએ 4 જુલાઈ 1776ના રોજ બ્રિટિશ સામ્રાજ્યથી આઝાદી મેળવી હતી. પેન્સિલ્વેનિયા પ્રાંતના ફિલાડેલ્ફિયામાં પહેલી વખત દેશનો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે 13 ગનશોટ્સ ફાયર કરવાની સાથે આતશબાજીની શરૂઆત થઈ હતી. હવે દેશમાં સ્વતંત્રતા દિવસ પર આતશબાજીનો શો થાય છે. ન્યૂ યોર્કમાં આ શોનું 47મું વર્ષ હતું. આ દરમિયાન 25 મિનિટ સુધી આકાશમાં સતરંગી પ્રકાશ ફેલાયો હતો. જેમાં 60 હજારથી વધુ ફટાકડા અને રોશનીનો ઉપયોગ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter